Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

GTVના બે વિદ્યાર્થીઓને NSSની શ્રેષ્ઠ પ્રવૃતિ બદલ રાષ્ટ્રીય પુરસ્કાર

રાજકોટ, તા. ૨૫ : માત્ર ગુજરાત જ નહિં દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવતી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીવી)ના એનએસએસના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીયસ્તરે બે અને રાજયકક્ષાએ એક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

મિનીસ્ટ્રીઝ ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોટ્ર્સ દ્વારા દર વર્ષે એનએસએસ દિવસની ઉજવણી થાય છે. જેમાં ઉચ્ચતમ રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે. જેમાં આ વર્ષે રાજયમાંથી જીટીયુના બે વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે ડીઝીટલ માધ્યમ દ્વારા એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા. રાજયસ્તર પર પણ જીટીયુના એક વિદ્યાર્થીઓને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા.

રાષ્ટ્રપતિ દ્વારા વિશ્વકર્મા એન્જીનીયરીંગ સરકારી કોલેજ ચાંદખેડાના છાત્ર રવિ મકવાણા અને એસ.ડી. કોલેજની છાત્રા હેમાક્ષી ઈશ્વરને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરેલ.

(4:11 pm IST)
  • બિહારમાં ચૂંટણીઓ ટાળવા માટે સુપ્રિમ કોર્ટે ઈન્કાર કર્યોઃ ચૂંટણી પંચ નિર્ણય લેવામાં સક્ષમઃ સર્વોચ્ચ અદાલત : દેશમાં વ્યાપેલા કોરોના સંક્રમણને કારણે બિહારની ચૂંટણી ટાળવા સુપ્રિમમાં થયેલ અરજી ઉપર ચુકાદો access_time 11:57 am IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે 47 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા : રાત્રે 8 વાગ્યા સુધીમાં વધુ 28,775 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 27,00,625 રિકવર થયા access_time 8:25 pm IST

  • નોબલ પારિતોષિક માટે હવે પુતીનનું નામ નોમિનેટ થયું: ડોનાલ્ડ ટ્રમ્પ પછી હવે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતીનનું નામ નોબલ શાંતિ પારિતોષિક માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. જોકે ક્રેમલીને જાહેર કર્યું છે કે અમે પુતિનનું નામ નોમિનેટ કરેલ નથી. access_time 12:17 am IST