Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

હાશ... રાજ્યભરમાં મેઘરાજાનું જોર ઘટશે

ગુજરાતમાં સિઝનનો ૧૩૪ ટકા વરસી ગયો : સિવાય કે કોઇ-કોઇ જગ્યાએ ઝાપટા વરસી જાય : ચોમાસાની વિદાયને વિલંબ : હવામાન ખાતુ

અમદાવાદ તા. ૨૫ : રાજયના ખેડૂતો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. રાજયમાં આજથી વરસાદનું જોર ઘટવાની શકયતા છે. જો કે પાંચ દિવસ છુટોછવાયો સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. રાજયમાં સીઝનનો ૧૩૪ ટકા વરસાદ વરસી ચૂકયો છે. રાજયમાં સત્ત્।ાવાર રીતે ચોમાસુ પૂર્ણ થયાની હજી સુધી કોઈ જાહેરાત કરવામા આવી નથી.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદમાં વરસાદ પડી શકે છે. જયારે દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ સહીતમાં વરસાદની શકયતા છે. જોકે આવતીકાલથી વરસાદનું જોર ઘટી શકે છે. જેથી આવતીકાલથી રાજયમાં સામાન્ય વરસાદી ઝાપટા પાડવાની શકયતા છે. આ વર્ષે ચોમાસાના વિદાયમાં હજી વિલબ થશે એવું હવામાન વિભાગનું અુમાન છે.બીજી બાજુ થોડા દિવસથી પડી રહેલ વરસાદને પગલે ભાવનગરના મહુવાનો માલણ ડેમ ફરી એકવાર ઓવરફલો થયો છે. મહુવા તાલુકામાં સારા વરસાદના પગલે માલણ ડેમ ઓવરફલો થયો છે. ડેમ ઓવરફલો થતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને ફાયદો થશે.

(2:37 pm IST)