Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

માનહાની કેસમાં અલ્પેશ ઠાકોર ડીસા કોર્ટમાં ફરી હાજર: આગામી ૧૫ ઓક્ટોબરે વધુ સુનાવણી

બનાસકાંઠાના તત્કાલીન પોલીસ વડા સામેં ભ્રષ્ટાચારના સંગીન આરોપ લગાવ્યા હતા

ડીસા : કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે  માનહાનિ કેસ સંદભે ડીસા કોર્ટમાં ફરી હાજરી આપી હતી.કોર્ટ દ્વારા આગામી ૧૫ ઓક્ટોબરે વધુ સુનાવણી અર્થે ફરી હાજર થવા ફરમાન કરવામાં આવ્યુ છે

   .અલ્પેશ ઠાકોરે બનાસકાંઠાના તત્કાલીન પોલીસ વડા સામેં ભ્રષ્ટાચારના સંગીન આરોપ લગાવ્યા હતા.જેના પગલે તત્કાલીન પોલીસ વડા નીરજ બડગુજરે ડીસા કોર્ટમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ માનહાની કેસ દાખલ કર્યો હતો.ગઈકાલે અડધો કલાક સુધી કોર્ટની કાર્યવાહી ચાલી હતી અને આગામી ૧૫ તારીખે કોર્ટે ફરી હાજર રહેવાની તાકીદ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે એક સંમયે ભાજપનો ઉગ્ર વિરોધ કરનારા અલ્પેશ ઠાકોર હવે ભાજપના ગુણગાન ગાતા જોવા મળ્યા હતા અને આગામી ચૂંટણી લડવાની પણ તૈયારી દર્શાવી હતી.

(10:37 pm IST)