Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ઉત્તમ ડિસ્પ્લેની સાથે એઆઇ કેમેરા સેન્ટ્રિક ફોન લોંચ થયો

ટેકનોએ તહેવારોની મોસમને લક્ષ્યમાં રાખીનેઃ ૮૯૯૯થી ૧૨૪૯૯ની રેન્જમાં આકર્ષક ફિચર્સ સાથેના કેમોન આઇ એરટુ, આઇટુ અને આઇટુએક્સ લોંચ કરાયા

અમદાવાદ, તા.૨૫: ટ્રાન્ઝિયન ઇન્ડિયાની પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ ટેકનોએ તહેવારોની ચમકમાં વધારો કરતાં પોતાના લોકપ્રિય કેમોન પોર્ટફોલિયો હેઠળ મેક ઇન ઇન્ડિયા સ્માર્ટફોનની નવી રેન્જ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ટેકનોએ પોતાના ડીએનએ પ્રમાણે સુપરલેટિવ કેમેરા કેન્દ્રિત સ્માર્ટફોનને નવીન વિશેષતાઓ સાથે નવા સ્માર્ટફોન કેમોન આઇ એરટુ, કેમોન આઇટુ અને કેમોન આઇટુએક્સ આજે શહેરમાં લોન્ચ કર્યાં હતા. માત્ર રૂ.૮૯૯૯થી રૂ.૧૨,૪૯૯ની પ્રાઇઝ રેન્જમાં અદ્ભુત આકર્ષક ફિચર્સ ધરાવતાં આ ત્રણેય સ્માર્ટફોન માર્કેટમાં ધુમ મચાવશે એમ અત્રે ટ્રાન્ઝિયન ઇન્ડિયાના સીએમઓ ગૌરવ ટીક્કુએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેમોન રેન્જના આ નવા સ્માર્ટફોનની મુખ્ય વિશેષતાઓ એ છે કે, કેમોન સ્માર્ટફોનની નવી રેન્જ ૬.૨ ઇંચ સ્ક્રીન સાથે ૧૯:૯ સુપર ફુલ વ્યૂ નોચ ડિસ્પ્લેમાં ઉપલબ્ધ બનાવાઇ છે. નવા સ્માર્ટફોન એઆઇ કેમેરા-સેન્ટ્રીક તથા ડ્યુઅલ રિયર કેમેરાની ક્ષમતા ધરાવે છે. પોર્ટફોલિયો ૩૭૫૦ એમએએચ બેટરી અને ડ્યુઅલ સીમ વોલ્ટીથી સજ્જ છે. તો, સાથે સાથે ટેકનોની નવી રેન્જના ખરીદદારો ૫૦ જીબી જીયો ૪જી ડેટા અને રૂ. ૨૨૫૦ના વધારાના લાભ અને ઓફર મેળવશે. ટ્રાન્ઝિયન ઇન્ડિયાના સીએમઓ ગૌરવ ટીક્કુએ વધુમાં ઉમેર્યું હતું કે, નવી રેન્જમાં એઆઇ અલ્ગોરિઝમ અગાઉના પોર્ટફોલિયોની તુલનામાં નોંધપાત્ર સુધારા સાથે ઉપલબ્ધ છે, જે ૨૯૮ ફેશિયલ પોઇન્ટ્સને સ્કેન કરી શકે છે. આ લોન્ચ સાથે અમે અમારી કામગીરીમાં વધુ એક મોટું કદમ ભરી રહ્યાં છીએ અને અમને વિશ્વાસ છે કે નવી લાઇન-અપ અલગ તરી આવશે. આ ઉપરાંત અમે ટૂંક સમયમાં અમારા ફ્લેગશીપ સાથે ડબલ ઉજવણી કરીશું. આ નવા લોન્ચ સાથે અમે અમારા ગ્રાહક કેન્દ્રિત વલણને વળગી રહેવાની અમારી પ્રતિબદ્ધતા અને મીડ-બજેટ સેગમેન્ટમાં પ્રીમિયમ કેમેરા ફીચર્સ સાથે ૬.૨ ઇંચની સુપર બિગ સ્ક્રીન, ૧૯:૯ નોચ સુપર ફુલવ્યૂ ડિસ્પ્સે જેવી વિશેષતાઓ સાથે અમારા ગ્રાહકોની મલ્ટી મીડિયા પીન પોઇન્ટ્સને પૂર્ણ કરીશુું. બેટરીની લાંબી આવરદા સાથે યુઝર ખુબજ સરળ અનુભવ હાંસલ કરી શકશે. નવા લોન્ચ થયેલા સ્માર્ટફોન્સ ૨૬મી સપ્ટેમ્બરથી ૩૫૦૦૦થી વધુ ઓફલાઇન રિટેઇલ સ્ટોર્સ ઉપર વેચાણ માટે ઉપલબ્ધ બનશે. બ્રાન્ડે પોતાના લોકપ્રિય કેમોન પોર્ટફોલિયો સાથે આ વર્ષે જાન્યુઆરીમાં ભારતીય માર્કેટમાં ઝંપલાવ્યું હતું તથા તેણે ભારતમાં ટેકનોની વૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવી છે તેમજ બ્રાન્ડને ત્રિમાસિક  ધોરણે ૭૪ ટકાની વૃદ્ધિ હાંસલ કરવામાં મદદ કરી છે. આ પ્રસંગે બ્રાન્ડ મેનેજર જગદીશ શાહે જણાવ્યું હતું કે, ગ્રાહકોને વધુ સક્ષમ બનાવતા તમામ ટેકનો સ્માર્ટફોન અનોખી ૧૧૧ પ્રોમીસ આપે છે, જે અંતર્ગત તે વર્ષમાં એકવાર સ્ક્રીન રિપ્લેસમેન્ટ, ૧૦૦ દિવસમાં ફ્રી રિપ્લેસમેન્ટ અને ૧ મહિનાની એક્સટેન્ડેડ વોરંટી તમામ ત્રણ ડિવાઇસ ઉપર ઓફર કરે છે. આ ઉપરાંત તે દેશભરમાં ૯૫૦થી વધુ સર્વિસ સેન્ટર્સ દ્વારા ગ્રાહકોને બેસ્ટ આફ્ટર-સેલ્સ સર્વિસ આપવા પ્રતિબદ્ધ છે.

ટેકનો મારફતે અમારું લક્ષ્ય બેસ્ટ એની લાઇટ ફોટોગ્રાફી રજૂ કરવાનો તથા ગ્રાહકોને સારો સેલ્ફી અનુભવ પ્રદાન કરવાનો છે. અમે અમારા ગ્રાહકો તરફથી મળેલા પ્રેમ અને સહયોગથી આદર અનુભવીએ છીએ તથા કેમેરા-સેન્ટ્રીક સ્માર્ટફોન બાબતે અમારી પોતાની જાતને પડકારવા માટે પ્રતિબદ્ધ છીએ. ટેકનોન નવી સિરિઝની પ્રત્યેક ઓફરિંગ ગ્રાહકના પોકેટ ઉપર કોઇપણ પ્રકારનો બોજો પેદા કર્યાં વિના વધુ ડિલિવર કરવા સજ્જ છે. આ નવો પોર્ટફોલિયો યુઝર્સ અદ્યતન એઆઇ કેમેરા વિશેષતાઓ સાથે જે યાદગાર ક્ષણો કેપ્ચર કરવાં ઇચ્છે છે તે કરવા સક્ષમ બનશે.

(10:41 pm IST)