Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ડાંગના વધઈ તાલુકા પંચાયત પ્રમુખ લલીતાબેન ગાવિત 8 મતથી અવિશ્વાસ પ્રસ્તાવ જીત્યા

 

ડાંગના વધઇ તાલુકા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ દાખલ કરેલી અવિશ્વાસની દરખાસ્તમાં ચૂંટણી યોજાતા તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન ગાવીત 8 મત સાથે અવિશ્વાસ પ્રસ્તાવમાં જીત્યા હતા.

  કુલ 16 સભ્યોમાંથી 8 મત લલિતાબેન તરફ પડ્યા હતા.જ્યારે 5 લોકોએ અવિશ્વાસમાં મત આપ્યા હતા.જયારે 2 સભ્યો તટસ્થ રહ્યા હતા. જ્યારે 1 સભ્ય ગેરહાજર રહ્યો હતો. કોંગ્રેસના ચંદરભાઈ ગાવીતના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો..અવિશ્વાસની બેઠકમાં કોંગ્રેસ પેનલના ટેકેદારો ઉમટી પડયા હતા

(10:14 pm IST)