Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

30મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં :દિવસભરના વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરતા મુખ્યમંત્રી

આણંદમાં અમુલ ડેરીના નવા પ્રકલ્પનું ઉદ્ઘાટન-ખેડૂત સંમેલનને સંબોધન અને અંજારમાં LNG લાઇનનું કરશે ઉદ્ધઘાટન :રાજકોટમાં ગાંધી મ્યુઝિયમની ઉદ્ઘાટન અને સીસીટીવી કેમેરા પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ

 

અમદાવાદ :આગામી 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે આવશે પીએમ મોદીના દિવસભરના વિવિધ કાર્યક્રમની વિજયભાઈ  રૂપાણીએ જાહેરાત કરી છે. પીએમ મોદી ત્રણ અલગ અલગ સ્થળે કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેશે

  પીએમ મોદી આણંદ ખાતે અમુલ ડેરીના નવા પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરશે અને ખેડૂત સંમેલનને સંબોધિત કરશે.જે બાદ કચ્છના અંજારમાં LNG લાઈનનું ઉદ્ઘાટન કરશે. જેનાથી પેટ્રો પેદાશમાં ક્રાંતિ આવશે.

  પીએમ મોદી રાજકોટ જશે જ્યાં ગાંધીજીએ સાત વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો.તે આલ્ફ્રેડ સ્કુલમાં બનાવવામાં આવેલા મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે.અને રાજકોટો કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલા સીસીટીવી કેમેરા પ્રોજેક્ટનું પણ લોકાર્પણ થશે..

(10:05 pm IST)