Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

અમદાવાદ મુકામે આવેલા શિક્ષક ભવનનું નામ બદલીને ''ભુપેન્દ્ર-ગજેન્દ્ર શિક્ષક ભવન'' રખાયુઃ શિક્ષકોને પેન્શન તથા ડાયરેકટ પેમેન્ટ અપાવવા જહેમત ઉઠાવનાર બંને શિક્ષકોની સ્મૃતિ કાયમ રાખવાનો હેતુઃ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત ૫૦૦ ઉપરાંત આમંત્રિતોની ઉપસ્થિતિમાં ૧૬ સપ્ટેં.૨૦૧૮ના રોજ યોજાઇ ગયેલો કાર્યક્રમ

અમદાવાદઃ ગુજરાત રાજય માધ્યમિક શિક્ષક સંઘ મહા મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ અને મહામંત્રી શ્રી દિનેશભાઇ ચૌધરી એક અખબાર યાદીમાં જણાવે છે કે તા.૧૬-૯-૨૦૧૮ ને રવિવાર ના રોજ અમારા ઉપરોકત મહામંડળના ''શિક્ષક ભવન''નું નામ બદલી ''ભૂપેન્દ્ર-ગજેન્દ્ર શિક્ષક ભવન'' કરવા ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી માનનિય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના વરદ હસ્તે રીબીન કાપીને ભવનને ખૂલ્લુ મુકયુ હતુ અને ભૂેપેન્દ્ર-ગજેન્દ્રના નામની તકિતનું અનાવરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ૫૦૦ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ જગતના તમામ મહા મંડળોના હોદ્દેદારો, આમંત્રીત મહેમાનો માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પૂર્વ પ્રમુખો અને મહામંત્રીઓ તથા માધ્યમિક સંદેશના તંત્રીઓ તથા સક્રિય હોદ્દેદારો ચાલુ મહા મંડળના હોદ્દેદારો, બોર્ડ સભ્ય શ્રીઓ અને ગુજરાતના ૩૮ ઘટ સંઘો માથી પધારેલ ઘટક સંઘના પ્રમુખશ્રીઓ અને મહામંંત્રીશ્રીઓ અને મહામંડળના કારોબારી સભ્યશ્રીઓ તથા ૧૯૯૫માં ૮૫ હોદ્દેદારોએ ૩ દિવસનો જેલવાસ ભોગવેલ તેવા હોદ્દેદારો, ડી.ઇ.ઓ અને ડી.પી.ઓ. સાહેબો ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવ્યા હતા. ખાદીને પ્રોત્સાહન આપવા આ તમામ મહેમાનોને એક ખાદીનો રૂમાલ અને ફુલછડીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ જેમની યાદમાં યોજાયો હતો તે સ્વ.ભુપેન્દ્રભાઇ પટેલ તથા સ્વ.ગજેન્દ્રભાઇ બ્રહ્મભટ્ટની જુગલ જોડીએ ગ્રાન્ટેબલ સંસ્થાના કર્મચારીઓને મહત્વના ૨ લાભ અપાવ્યા હતા. (૧)પેન્શન (૨)ડાયરેકટ પેમેન્ટ તેથી તેમનું નામ શિક્ષણ જગતમાં સદાય અમર રહે તે માટે ગુજરાત રાજય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના ભવનનું નામ બદલી ભુપેન્દ્ર-ગજેન્દ્ર શિક્ષક ભવન'' રાખવાનું ઘણાં સમયથી વિચારણાં હેઠળ હતું. અને પૂર્વ પ્રમુખ કેશુભાઇ પટેલનું સ્વપ્ન હતું તે તા.૧૬-૯-૨૦૧૮ના રોજ પૂર્ણ થયું હતું. આ કાર્યક્રમ ૩૦૧ઙ્ગ રિલીફ શોપીંગ સેન્ટર, સલાપાસ રોડ, અમદાવાદ ખાતે યોજાયો હતો. જયાં રી-પબ્લીક શાળાના આચાર્યશ્રી અને વિદ્યાર્થીઓ અને મહામંડળના પ્રમુખ મહામંત્રી અને આમંત્રિત મહેમાનોએ બેન્ડ સાથે માનનિય શિક્ષણ મંત્રીનું સ્વાગત કર્યુ હતું. ભવનમાં શિક્ષણ મંત્રીશ્રી અને મહેમાનોએ બંને સ્વ. મહાનુભાવોને પુષ્પાંજલી આપી હતી. અને સાથે સાથે પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપાઇને પણ પુષ્પાંજલી અર્પી હતી. અને ત્યાં પ્રમુખ, મહામંત્રી, સંવાહક અને કાર્યાલય મંત્રીએ પુષ્પગૂચ્છથી શિક્ષણ મંત્રીનું અભિવાદન કર્યુ હતું.

ત્યાર બાદ સભા સ્થળ સેન્ટ ઝેવિયર્સ સ્કુલ, મીરજાપુર, જી.પી.ઓ.ની બાજુમાં રાખવામાં આવ્યુ હતુ જયાં આ શાળાના વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીઓ અને મહામંડળના પ્રમુખ, મહામંત્રી અને પૂર્વ પ્રમુખો કેશુભાઇ પટેલ, કાંતીભાઇ પટેલ, ઇશ્વરભાઇ પટેલ, એડ્વ. બીપીન જસાણી ઉપસ્થિતીમાં બેન્ડ સાથે પરેડ યોજી માનનિય શિક્ષક મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમની શરૂઆત આ શાળાના વિદ્યાર્થીઓએ ''મનુષ્ય તુ બડા મહાન હૈ'' પ્રાર્થના થી કરી હતી ત્યાર બાદ પ્રમુખ શ્રી રમેશભાઇ પટેલે તમામ મહેમાનોનું શાબ્દીક સ્વાગત કર્યુ હતુ અને બંને સ્વ.મહાનુભાવોને યાદ કરી તેમનુ નામ અમર રહે એ માટે તેમનુ સ્મૃતી ફંડ એકઠુ કરેલ જેમાં રૂા.૧,૫૫,૦૦૦ મહામંડળના હોદ્દેદારોના અને સ્વ. ગજેન્દ્રભાઇની શાળાના પરિવારના રૂા.૧૫૦૦૦ અને સ્વ. ભુપેન્દ્રભાઇ પટેલના સુપુત્ર હાલ યુ.એસ.એ.માં છે તેમણે ૧૧,૧૧૧ આપ્યા હતા.

આ સ્મૃતી ફંડના વ્યાજમાંથી જે શિક્ષક વર્ષમા ૧૦૦ કલાકનું વધારાનું કામ કરશે તેનું અને મહામંડળના પૂર્વ હોદ્દેદારો અને કારોબારીનું સન્માન કરવામાં આવશે. ત્યાર બાદ પ્રમુખ શ્રી રમેશભાઇ પટેલે પોતાના પ્રવચનમાં મહામંડળે ઉકેલેલા પ્રશ્નો અને પડતર પ્રશ્નોની ચર્ચા કરતા જણાવ્યુ હતુ કે ફીકસ પગારદાર શિક્ષણ સહાયકોનો પ્રશ્ન તાત્કાલીક ઉકેલવામાં આવે. આ ઉપરાંત ખાદીને પ્રોત્સાહન આપવા માટે દરેક શિક્ષક મંગળવારે ખાદી પહેરે તે માટે શિક્ષણ મંત્રીએ જાહેરાતનો ચુસ્ત અમલ કરવા આહવાન કર્યુ હતુ અને જણાવ્યુ હતુ કે મારા માતા-પિતાએ  ચરખો ચલાવી સુતરની આંટીઓ બનાવી મને ભણાવ્યો છે તો અન્યને પણ ભણવાની તક પ્રાપ્ત થશે.

ત્યાર બાદ પૂર્વ પ્રમુખ કેશુભાઇ પટેલે સ્વ.બંને મહાનુભવોએ કરેલા કાર્યોની યાદ અપાવી હતી અને એમના જીવનમાંથી શિક્ષકોને પ્રેરણા લેવા આહવાહન કર્યુ હતું.

છેલ્લે શિક્ષક મંત્રીએ તેના ઉદબોધનમાં બંને મહાનુભાવોને યાદ કરી તેમનુ નામ શિક્ષણ જગતમાં હંમેશા ગુંજતુ રહેશે તેમ જણાવ્યુ હતુ અને શિક્ષણની ગુણવતા ઉપર ભાર મુકી ગુજરાતના શિક્ષણ ને નં.૧ બનાવવા સૌ સાથે મળી પ્રયત્નો કરવાનુ આહવાહન કર્યુ હતુ ૦.૧ ટકા શિક્ષકો સમગ્ર શિક્ષણ અને શિક્ષકોને ડાઘ લાગે તેવુ કૃત્યુ કરે છે તે સમાજ માટે યોગ્ય નથી ભાવી પેઢીનો આધાર શિક્ષકો ઉપર છે. તમારા પ્રશ્નો ઉકેલ્યા છે અને બાકીના પ્રશ્નો ઉકેલવા પ્રયત્નો કરતો રઇશ તેવુ જણાવ્યુ હતુ આ ઉપરાંત બીજી ઓકટોબરે તમામ શિક્ષણ જગત સાથે સંકળાયેલા શિક્ષણ વિદો ખાદી ખરીદે તેવુ આહવાહન કર્યુ હતું.

છેલ્લે મહામંત્રી દિનેશભાઇ ચૌધરીએ માનનિય શિક્ષણમંત્રીશ્રી અને આમંત્રીત મહેમાનો, સેઇન્ટઝેવિયર્સના ટ્રસ્ટીઓ અને પ્રેસ મિડીયાનો આભાર વ્યકત કર્યો હતો. આ સિવાયના નામી, અનામી તમામનો આભાર વ્યકત કર્યો હતો અને સૌ એ સાથે મળી સ્વરૂચી ભોજન લઇ છુટા પડ્યા હતા. તેવું ડો.તુષાર બી પટેલ દ્વારા જાણવા મળે છે. 

(8:26 pm IST)