Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

સુરતમાં ચિકનગુનિયા-તાવના કારણે વધુ બે મહિલા મોતને ભેટી

સુરત:સુરતમાં પાણીજન્ય રોગ અને મચ્છરજન્ય રોગનો લોકો શિકાર બની રહયા છે.  ચીકુન ગુનિયામાં સંપડાયેલી પાંડેસરાની મહિલા અને તાવમાં ઝપેટમા આવેલી બીજી મહિલાનું મોત નીંપજયુ હતુ. એક જ મહિનામાં ડેન્ગ્યુના ૮૬ અને મેલેરિયાના ૧૬૪ કેસ સરકારી હોસ્પિટલોમાં જ નોંધાઇ ચુકયા છે.

નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં વૃદાવન રો-હાઉસમાં રહેતી ૪૩ વષીૅય શોભાદેવી વાશિષસીંગ છેલ્લા પાંચ દિવસથી તાવની બિમારી સંપડાયા હતા.બાદમા તે ચીકુન ગુનિયામા સંપડાયા હતા.

આજે સવારે તમની તબિયત વધુ બગડતા  સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કયા હતા. તેમને ચાર સંતાન છે.  તેમના પતિ મીલમાં નોકરી કરે છે.

(4:38 pm IST)