Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

અમદાવાદ-વડોદરા હાઇવે પર પુરપાટ ઝડપે જતા અજાણ્યા વાહનની હડફેટે રસ્તો ઓળંગતા રાહદારીનું મોત

અમદાવાદ:અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલા સારસા ગામની સીમમાં આજે પરોઢિયે પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહને રોડ ક્રોસ કરતા અજાણ્યા ૪૦ વર્ષના યુવાનને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતુ. આ અંગે ખંભોળજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર આજે વહેલી સવારના પાંચેક વાગ્યાના સુમારે એક ૪૦ વર્ષીય યુવાન રોડ ક્રોસ કરતો હતો ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલા વાહને ટક્કર મારતાં તે રોડ ઉપર ફંગોળાયો હતો ત્યારબાદ અન્ય વાહનો પણ તેના શરીર પર ફરી વળ્યા હતા જેમાં માથુ જ કચડાઈ જવા પામ્યું હતુ. ઘટનાની જાણ ખંભોળજ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને મૃતદેહને વાસદના પીએચસી ખાતે મોકલી આપી હતી. 
પોલીસના જણાવ્યા અનુસાર માથુ જ ચપ્પટ થઈ જવા પામ્યું છે જેને લઈને યુવાન કોણ અને ક્યાંનો છે તે ઓળખ થવી જ મુશ્કેલ છે.

(4:37 pm IST)