Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ગુજરાતમાં સ્થપાતા ઉદ્યોગોએ ૮૦% રોજગારી ગુજરાતીઓને આપવી પડશે

જયાં ઉદ્યોગ સ્થપાય ત્યાંના લોકો માટે રપ ટકા રોજગારીની તકઃ મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત

ગાંધીનગર તા. ૨૫ : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ જાહેર કર્યું છે કે ગુજરાત માં જે ઉદ્યોગો કે સર્વિસ સેકટરમાં સાહસો ઉદ્યોગો આવશે તેમણે ૮૦ ટકા ગુજરાતીઓ ને રોજગાર આપવા તેમજ જે વિસ્તાર માં તે સ્થપાય ત્યાં ના ૨૫ ટકા સ્થાનિક લોકો ને રોજગાર અવસર આપવા પડશે તેવો રાજય સરકારે યુવા રોજગાર લક્ષી નિર્ણય કર્યો છે. સરકાર આગામી દિવસો માં તેને કાયદાનું સ્વરૂપ આપવાની દિશામાં આગળ વધી રહી છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

વિજય ભાઈ રૂપાણી એ અમદાવાદ માં મુખ્યમંત્રી એપ્રેનટીશ શિપ યોજના અંતર્ગત ૮૫૦૦ યુવાનો ને કરાર પત્રોનું વિતરણ કર્યું હતું.

તેમણે કહ્યું કે કોંગ્રેસ યુવાનો ને બેકારી ભથ્થું આપવા ની માંગ કરે છે પરંતુ અમેઙ્ગ બેકારીભથ્થું આપી બેકારો ની સલૃલૃખ્યા વધારવામાં નહીં યુવાનો પ્રત્યે પોઝિટિવ એટીટ્યુડ રાખી તેના કૌશલ્ય અને શકિત ને નવી તક આપી પરિશ્રમ ની પરાકાષ્ટા સર્જી હર હાથ કો કામ નો મંત્ર લઇ ને ચાલનારા લોકો છીએ.

આ માટે નવી ટેકનોલોજી ને અનુરૂપ ૧૪૦ જેટલા નવા કોર્ષ તાલુકે તાલુકે આઈ ટી આઈ સાથે શરૂ કર્યા છે.

મુખ્યમંત્રી એ જણાવ્યું કે અગાઉ કોંગ્રેસના સમયમાં નીતિ નેતા અને નિયત ના અભાવે દેશ સાચી દિશાથી વંચીત રહ્યો. હવે નરેન્દ્રભાઇ મોદી ના સહી નેતા સાફ નિયત અને સ્પષ્ટ નીતિ ને કારણે ભારત ની શાખ વધી છે.

ગુજરાત માં નરેન્દ્ર ભાઈ એ શરૂ કરેલી વાયબ્રન્ટ સમિટ ને પગલે મોટા પાયે ઉદ્યોગો આવ્યા છે અને યુવાનો ને રોજગાર ની તક મળી છે તેનો ઉલ્લેખ કરતા વિજય ભાઈ રૂપાણી એ ગૌરવ સહ જણાવ્યું કે ગુજરાત ફોરેન ડાયરેકટ investmemt માં અગ્રેસર છે.

તેમણે કહ્યું કે આજનો યુવાનઙ્ગ પોતાની બુદ્ઘિ શકિત કૌશલ્ય અને કરતુત્વ થીઙ્ગ દેશ ના વિકાસ માં જોડાય સૌના સાથ સૌના વિકાસ ના સંકલ્પ ને સાકાર કરે એ માટે રાજય સરકાર તેને પૂરતી તક આપવા પ્રતિબદ્ઘ છે.

તેમણે સ્પષ્ટ કહ્યું કે આ મુખ્યમંત્રી અપ્રેનટીશ શિપ યોજના માં યુવાનો ને તાલીમ સાથે સ્ટાઇપન્ડ પણ આપીએ છીએ.

(3:41 pm IST)