Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

જગતના તાતને આવ્યો રડવાનો વારો, ૧ કિલો લસણના મળે છે ૭૫ પૈસા

છેલ્લા ત્રણેક વર્ષથી લસણનો ભાવ સાવ તળિયે બેસી ગયો છે. લસણની માગ તો વધી રહી છે તો વિચારવું એ જ રહ્યું કે લસણનો ભાવ વધવાને બદલે સાવ તળિયે કેમ બેસી ગયો છે

અમદાવાદ, તા.૨૫: ખેડૂતોને લસણનો યોગ્ય ભાવ મળી નથી રહ્યો જેથી જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. લસણનો ભાવ સતત દ્યટી રહ્યો છે ત્યારે ખેડૂતોને એક કિલો લસણના માત્ર ૭૫ પૈસા મળી રહ્યાં છે. ખેડૂતોને મણે ૧૫૦ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે.

છેલ્લા ત્રણેક વર્ષથી લસણનો ભાવ સાવ તળિયે બેસી ગયો છે. લસણની માગ તો વધી રહી છે તો વિચારવું એ જ રહ્યું કે લસણનો ભાવ વધવાને બદલે સાવ તળિયે કેમ બેસી ગયો છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, જામનગર, અમરેલી જિલ્લા સહિત અનેક સ્થળે લસણની ખેતી થાય છે. વર્ષ ૨૦૧૫-૧૬માં દેશી લસણના ભાવ મણના રૂ.૧૪૦૦ હતા, તેની સામે આજે રાજકોટ યાર્ડમાં રૂ.૬૦ થી ૨૭૫ના ભાવે સોદા થઇ રહ્યાં છે. છેલ્લા ત્રણેક વર્ષથી લસણનો ભાવ સાવ તળિયે બેસી ગયો છે. લસણની માગ તો વધી રહી છે તો વિચારવું એ જ રહ્યું કે લસણનો ભાવ વધવાને બદલે સાવ તળિયે કેમ બેસી ગયો છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, જામનગર, અમરેલી જિલ્લા સહિત અનેક સ્થળે લસણની ખેતી થાય છે. વર્ષ ૨૦૧૫-૧૬માં દેશી લસણના ભાવ મણના રૂ.૧૪૦૦ હતા, તેની સામે આજે રાજકોટ યાર્ડમાં રૂ.૬૦ થી ૨૭૫ના ભાવે સોદા થઇ રહ્યાં છે.

આ અંગે ખેડૂતો કહે છે કે છેલ્લા બે વર્ષથી લસણમાં પ્રત્યેક ખેડૂતે હજારો રૂપિયાની નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. કેમકે નિકાસ બંધ અને ઉપરથી સ્થાનિકો સારા ઉપ્તાદન છતાં ચાઇનીઝ લસણની ઘુસપેઠ અને બન્ને પરિબળ નડી રહ્યા છે.

અમને બધુ થઇને લસણ એક કિલોના ૧૦થી ૧૫ રૂપિયે પડે છે જયારે તેની સામે અમને કિલો લસણનાં માત્ર ૭૫ પૈસા જ મળે છે. એટલે અમારે તો હવે સરકાર કંઇ ન કરે તો વિચારવાનો વારો આવશે કે અમારે ભવિષ્યમાં લસણ વાવવું કે ન વાવવું. જો આવુંને આવું જ રહેશે તો ગુજરાતના ખેડૂતો લસણ જ નહીં વાવી શકે. અમને બધુ થઇને લસણ એક કિલોના ૧૦થી ૧૫ રૂપિયે પડે છે જયારે તેની સામે અમને કિલો લસણનાં માત્ર ૭૫ પૈસા જ મળે છે.

એક વીઘા જમીનમાં લસણ વાવવાથી ખાતર, બિયારણ, જંતુનાશક દવા, મજૂરી બધુ મળીને પચ્ચીસ-ત્રીસ હજાર ખર્ચ થાય. તેની સામે વીદ્યે ૩૦ હજાર ઉત્પાદન-ખર્ચવાળા લસણનો ભાવ પ્રતિમણ રૂ.૬૦ રૂપરડી જેવો તળીયો જઇ બેઠો છે. ખેડૂતોનું કહેવું છે કે મળતર તો દૂર, વિધા-દીઠ કેટલા હજાર નુકસાન ખમવું પડશે એની જ હવે તો ચિંતા છે.

(3:38 pm IST)