Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ગાંધીનગરના હેમા સાગરને ચક્ર ફેંકમાં ત્રણ મેડલ્‍સ

એશીયન પેસીફિક એથ્‍લેટીકસમાં સિદ્ધી

ગાંધીનગર, તા. ૨૫ :. મલેશિયામાં પીનાગ ખાતે ૭ થી ૧૫ સપ્‍ટેમ્‍બર દરમિયાન યોજાયેલ એશિયન પેસિફિક એથ્‍લેટીકસ માસ્‍ટર ગેઈમ્‍સ-૨૦૧૮માં ગાંધીનગરના મહિલા ખેલાડી અને સ્‍વૈચ્‍છીક સંસ્‍થા સાથે સંકળાયેલા હેમા સાગરે ચક્રફેંકમાં ગોલ્‍ડ, સિલ્‍વર અને બ્રોન્‍ઝ એમ ત્રણ મેડલ્‍સ મેળવીને ગાંધીનગરનું ગૌરવ વધાર્યુ છે. ફુડ એન્‍ડ વેલ્‍ફર કમીટી દ્વારા આજે સાંજે ૬ વાગ્‍યે કુડાસણ ગાંધીનગર ખાતે તેમનો સન્‍માન સમારંભ યોજાનાર છે.

શાળાકાળથી એથ્‍લેટીકસમાં રસ ધરાવતા અને મૂળ નડિયાદના વતની હેમા આર. સાગરે સ્‍થાનિકથી લઈને રાષ્‍ટ્રીય કક્ષા સુધી એથ્‍લેટિકસમાં ઉત્‍કૃષ્‍ટ દેખાવ કરીને ૫૦ જેટલા મેડલ પોતાને નામે કર્યા છે. કોઈની પણ તાલીમ વિના હેમાએ જાતે પોતાની જાતને તૈયાર કરી છે એ પણ વિશેષ વાત છે.

ઉલ્લેખનીય છે કે ૪૫ દેશો વચ્‍ચે યોજાયેલી આ સ્‍પર્ધામાં ગુજરાતના ૧૨ ખેલાડીઓએ ૩૬ મેડલ પ્રાપ્‍ત કર્યા છે.

(11:13 am IST)