Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ધારીના દલખાણીયા રેન્જમાં વધુ બે સિંહોના મોતથી ખળભળાટ :સિંહોનો મૃત્યુઆંક 13 થયો

ચાર વર્ષની સિંહણનું સારવાર પહેલા મોત ;છ માસના સિંહનું સારવાર દરમિયાન મોતથી ચકચાર

ગીરના જંગલમાં સિંહોના મોત મામલે હજુ તપાસ પૂરી થઇ નથી ત્યાં અમરેલીની દલખાણીયા રેન્જમાં વધુ બે સિંહોના મોત થતા ખળભળાટ મચી જવા પામ્યો છે ચાર વર્ષની સિંહણનું સારવાર મળે તે પહેલા અને માસના સિંહબાળનું સારવાર દરમ્યાન મોત થયું છે. સિંહોનો મૃત્યુ આંક 13 ઊપર પહોંચ્યો છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે આઠ દિવસમાં 11 સિંહોના મોત થવા મામલે વન વિભાગે અલગ-અલગ 64 ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. 64 ટીમો તમામ 523 જેટલા સિંહોનું રેસ્ક્યૂ કરાશે.

  રેસ્કયૂ બાદ તમામ સિંહનું સાસણ રેસ્ક્યુ સેન્ટર ખાતે સ્ક્રીનીંગ કરાશે. સ્ક્રીનીંગ દરમિયાન તમામ સિંહોનું હેલ્થ ચેક-અપ કરાશે. ગીર પૂર્વની દલખાણીયા રેન્જ ખાતેથી સૌ પ્રથમ રેસ્ક્યુની શરૂઆત કરાઈ છે.

 

સિંહોના મોતનું ચિત્ર....

૨૦૧૮માં પણ સિંહ પર સંકટ

ટુંકા ગાળાની અંદર જ ૧૩થી વધુ સિંહના મોત બાદ ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય ટીમ દ્વારા ઉંડી તપાસ શરૃ થઇ ચુકી છે. સિંહને ઝેર આપીને મારી નંખાયા છે કે પછી રોગના કારણે મોત થયા છે તેને લઇને તપાસ શરૃ થઇ છે. ગયા વર્ષે કેટલા સિંહના મોત થયા છે તેને લઇને આંકડાકીય વિગત પણ સપાટી ઉપર આવી ચુકી છે. જુદી જુદી ટીમો દ્વારા હવે તપાસ શરૃ થઇ છે ત્યારે ગુજરાતમાં કયા વર્ષે કેટલા સિંહના મોત કુદરતી અને બિનકુદરતી રીતે થયા તે નીચે મુજબ છે.

વર્ષ

કુદરતી મોત

બિન કુદરતી મોત

૨૦૧૩-૧૪

૪૮

૦૨

૨૦૧૪-૧૫

૪૩

૦૭

૨૦૧૫-૧૬

૪૮

૦૯

૨૦૧૬-૧૭

૪૩

૧૩

૨૦૧૭-૧૮

૪૬

૧૧

નોંધ ઃ ગુજરાતમાં ગીરમાં ટુંકા ગાળાની અંદર જ મોતનો આંકડો વધીને હવે ૧૩ ઉપર પહોંચ્યો છે. છેલ્લા ૧૦ દિવસમાં ૧૩ સિંહના મોત થઇ ચુક્યા છે.

બાળસિંહના મોત.......

ગુજરાતમાં એશિયાટિક સિંહ માટે ઘર તરીકે ગણાતા ગીરમાં સિંહો પર મૃત્યુનો ઘંટારવ જારી છે. આજે ૧૩માં દિવસે વધુ બે સાવજના મોત થયા હતા. સિંહ અને સાવજના મોતને લઇને ઉંડી તપાસનો દોર શરૃ થયો છે. ગીર વિસ્તારમાં થઇ રહેલા મોતને લઇને આઘાતનું મોજુ જુદા જુદા સર્કલોમાં ફરી વળ્યું છે. બાળ સિંહના મોતના કેસમાં પણ ઉલ્લેખનીય વધારો જોવા મળ્યો છે જેના માટે ભુખમરા અને પર્યાવરણ સહિતના કારણોને પણ નિષ્ણાતો જવાબદાર ગણી રહ્યા છે. કયા વર્ષમાં કેટલા બાળસિંહના મોત થયા છે તે નીચે મુજબ છે.

વર્ષ

કુદરતી મોત

બિન કુદરતી મોત

૨૦૧૩-૧૪

૩૧

૦૧

૨૦૧૪-૧૫

૧૯

૧૦

૨૦૧૫-૧૬

૨૪

૦૪

૨૦૧૬-૧૭

૩૭

૦૬

૨૦૧૭-૧૮

૧૫

૦૭

 

કયા વર્ષે કેટલાના મોત

એશિયાટીક સિંહના ઘર તરીકે ગણાતા લોકપ્રિય ગીરમાં સિંહની હાલત કફોડી બનેલી છે. તેમના ઉપર અનેક પ્રકારના સંકટ તોળાઈ રહ્યા છે. આજે વધુ બે સાવજોના મોત થતાં મોતનો આંકડો વધીને ૧૩ ઉપર પહોંચી ગયો હતો જેથી તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે. સિંહોના ત્રાસથી કંટાળેલા ગીર વિસ્તારના લોકોએ ઝેર આપી દીધું હોવાની શંકા પણ પ્રબળ બની રહી છે. સિંહ અને સાવજ બંનેના કયા વર્ષે કેટલા મૃત્યુ થયા છે તે નીચે મુજબ છે.

વર્ષ

કુદરતી મોત

બિન કુદરતી મોત

૨૦૧૩-૧૪

૭૯

૦૩

૨૦૧૪-૧૫

૬૨

૧૭

૨૦૧૫-૧૬

૭૨

૧૩

૨૦૧૬-૧૭

૮૦

૧૯

૨૦૧૭-૧૮

૫૧

૧૮

 

(9:04 am IST)