Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

બોડેલી નજીકની સુગર ફેકટરીમાં શેરડીના બાકી નાણાં નહીં મળે તો પીએમના કાર્યક્રમનો વિરોધ કરવા ચીમકી

તાલુકાના 7 ગામના 1800 ખેડૂતોના 12 કરોડ રૂપિયા બાકી :કલેક્ટરને આવેદન આપ્યું

 

છોટાઉદેપુરના બોડેલી નજીક આવેલી સુગર ફેક્ટરીમાં શેરડીના બાકી રહેલા પૈસા મેળવવા 1800 જેટલા ખેડૂતો પરેશાન થયા છે સરકાર ખેડૂતોને તેમની કમાણીના પૈસા આપવામાં પણ ઠાગાઠૈયા કરતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા પરંતુ કલેક્ટર દ્વારા ફક્ત 3 ખેડૂતોને અંદર આવવા મંજૂરી આપવામાં આવી હતી અને અન્ય ખેડૂતોને ચેમ્બરની બહાર બેસાડી રાખતા ખેડૂતોમાં નારાજગી ફેલાઇ છે.

   તાલુકાના 1800 જેટલા ખેડૂતોને તેમના હકના 12 કરોડ રૂપિયા નથી મળ્યા. આથી રજૂઆત કરીકરીને થાકી ગયેલા ખેડૂતોએ આગામી 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમ પહેલા જો તેમના નાણા નહીં મળે તો પીએમના કાર્યક્રમનો વિરોધ કરવાની ચિમકી ઉચ્ચારી છે.

(12:02 am IST)