Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

અમદાવાદ : મોડી સાંજે હળવો વરસાદ નોંધાયો

વસ્ત્રાપુર, થલતેજ, બોડકદેવમાં વર્ષા

અમદાવાદ, તા. ૨૫ : અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં મોડી સાંજે હળવો વરસાદ થયો હતો. બોડકદેવ, વસ્ત્રાપુર, થલતેજ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. અમદાવાદ શહેરમાં હજુ સુધી સિઝનમાં ૪૭૦.૬ મીમી વરસાદ થઇ ચુક્યો છે. હાલમાં થયેલા ભારે વરસાદના કારણે શહેરના રસ્તાઓ અનેક જગ્યાઓએ ધોવાયા છે પરંતુ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કહી ચુક્યા છે કે, દિવાળી પહેલા તમામ રસ્તાઓને વ્યવસ્થિત કરી દેવામાં આવશે. સૌથી પહેલા ધાર્મિક અને પ્રવાસી સ્થળોને વ્યવસ્થિત કરવામાં આવશે ત્યારબાદ અન્ય રસ્તાઓને વ્યવસ્થિત કરવાની કામગીરી પ્રાથમિકતાના આધારે હાથ ધરાશે.

(9:40 pm IST)