Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે નાથદ્વારામાં શ્રીનાથજી બાવાને ૨૧ તોપોની સલામી અપાઇ : તમામ શ્રદ્ધાળુઓ ઝુમી ઉઠ્યા : જય રણછોડ - માખણચોરના નારા ગુંજી ઉઠ્યા

અમદાવાદ, તા. ૨૫ : રાજસ્થાનના નાથદ્વારા ખાતેના સુપ્રસિધ્ધ શ્રીનાથજી મંદિર ખાતે મંદિર પરિસર બહાર વર્ષોની પરંપરા મુજબ, જન્માષ્ટમી મહોત્સવ નિમિતે ગઇકાલે રાત્રે બરોબર ૧૨-૦૦ના ટકોરે જેવો બાળગોપાલનો જન્મ થયો કે, એ સાથે જ શ્રીનાથજી બાવાને જોરદાર ધડાકાભેર ૨૧ તોપોની સલામી આપવામાં આવી હતી. રાજસ્થાન પોલીસ દ્વારા શ્રીનાથજી બાવાની ૨૧ તોપોની એક પછી એક સલામી આપવામાં આવી ત્યારે શ્રીનાથજી ખાતે ઉમટેલા લાખો શ્રદ્ધાળુ ભકતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ હતી અને તેઓ હર્ષોલ્લાસ સાથે ઝુમી ઉઠયા હતા. શ્રીનાથજીની જેમ જ ભકિતભાવ અને ભારે હર્ષોલ્લાસના દ્રશ્યો યાત્રાધામ મથુરા ખાતે પણ જોવા મળ્યા હતા. મથુરા ખાતે બાંકેબિહારીલાલજી અને રાધાજીના દર્શન ખરેખર નયનરમ્ય અને અદ્ભુત હોઇ લાખો શ્રધ્ધાળુઓ ભકિતરસમાં તરબોળ બન્યા હતા. ખાસ કરીને કૃષ્ણ જન્મોત્સવ વખતે રાધાકૃષ્ણના પંચામૃત અભિષેકની દર્શનીય વિધિ જોઇ લાખો ભકતોએ ધન્યતાની અનુભૂતિ કરી હતી.

(9:56 pm IST)