Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

કાલથી એક સપ્તાહ દરરોજ નહિ પણ છુટાછવાયા સ્થળોએ અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડશે : કચ્છમાં પણ હળવાથી મધ્યમની આગાહી : સપ્ટેમ્બરની ૧ર તારીખ સુધી વાતાવરણ સારૂ

રાજકોટ : હવામાનની એક ખાનગી સંસથાએ જણાવ્યું છે કે આવતીકાલથી વરસાદનો એક રાઉન્ડ આવી રહ્યો છે. વરસાદના રાઉન્ડમાં દરરોજ નહિ પણ છુટાછવાયા સ્થળોએ અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. કચ્છમાં પણ ઝાપટાથી માંડી મધ્યમ વરસાદની આગાહી છે.

તા. ર૬ ઓગસ્ટથી સિસ્ટમ્સ આધારીત વરસાદ પડશે એક યુ.એ.સીફ. એમ.પી. ઉપર છવાશે અને બીજુ એક યુ.એ.સી. સૌરાષ્ટ્ર નજીકના અરબી સમુદ્રમાં છવાશે. આ બન્ને સિસ્ટમ્સની અસરથી દરરોજ જુદા જુદા સ્થળોએ વરસાદ પડશે.

દરમિયાન હાલમાં આવતુ અઠવાડીયું વાતાવરણ સારૂ છુે. ત્યારબાદ પણ એટલે કે ૧ર મી સપ્ટેમ્બર સુધી વાતાવરણ સારૂ છે.

(12:29 pm IST)