Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

વડોદરામાં જન્માષ્ટમીની આગલી રાત્રે ફરજ નિભાવતા પોલીસ કર્મીઓને બાઈક પર જતા નબીરાઓએ અપશબ્દો કહ્યા: હુમલો કરતા મામલો બિચક્યો: તંગદિલીનો માહોલ જોવા મળતા લોકોમાં ફફડાટ

વડોદરા: શહેરમાં જન્માષ્ટમીની આગલી સાંજે એટલે કે શુક્રવારે મોડી સાંજે ડયૂટી પુરી કરીને બાઇક લઇને આજવારોડ પર ઘર તરફ જઇ રહેલા વડોદરા ગ્રામ્ય પોલીસ જવાન પર અજાણ્યા શખ્શે અપશબ્દો બોલીને હૂમલો કરતા દોડધામ મચી ગઇ હતી. હૂમલાનો ભોગ બનનાર જવાન લઘુમતિ કોમનો હોવાથી આજવારોડ પર રાત્રે કોમી તંગદીલીનો માહોલ સર્જાયો હતો દરમિયાન રાત્રે પાણીગેટ પોલીસે કેટલાક લોકોની અટકાય કરી હોવાનું જાણવા મળે છે.

વડોદરા ગ્રામ્ય પોલીસમાં છાણી હેડ ક્વાટરમાં ફરજ બજાવતો જવાન આરિફ ઇમ્તિયાઝ શેખનો આક્ષેપ છે કે તે આજે સાંજે ડયૂટી પુરી કરીને આજવારોડ પર રિયાઝ એપાર્ટમેન્ટમાં આવેલા પોતાના ઘરે બાઇક લઇને પરત આવીરહ્યો હતો ત્યારે આજવારોડ પાણીની ટાંકી પાસે શિવ શક્તિનગરના નાકે બેઠેલ એક બટકા યુવકે તેને લઘુમતિ કોમના સંદર્ભે અપશબ્દો બોલ્યા હતા સાંભળીને હું બાઇક લઇને પરત તેની પાસે ગયો તો તેણે મારી પર હૂમલો કરી દીધો હતો ેબાદ અન્ય કેટલાક યુવકો પણ દોડી આવ્યા હતા અને મારી દાઢી ખેંચીને મારા પર હૂમલો કર્યો હતો. 

(11:26 am IST)