Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

૨૬-૨૭મીએ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઃ વાદળા છવાવા લાગ્યાઃ સાબારકાંઠા, અરવલ્લી, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ખેડા, મહિસાગર પંથકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી

     અમદાવાદ : વરસાદનાં થોડા દિવસનાં વિરામ બાદ ફરીથી લો પ્રેશર સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન એટલે 24થી 28 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાનું વીટીવીના વિભુ પટેલના પ્રસિધ્ધ થયેલ હેવાલમાં જણાવાયું છે.

     26 અને 27 ઓગસ્ટનાં રોજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ખેડા, મહીસાગર જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

     હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે, 'ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં વરસાદનાં વધુ એક રાઉન્ડની સંભાવના છે. ' જેમાં 24મીએ પોરબંદર, 25મીએ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, 26મીએ સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચ જ્યારે 27મીએ અરવલ્લી, દાહોદ, મહિસાગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત વરસાદની આગાહી છે.

     આ ઉપરાંત 28મીએ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

 

(4:21 pm IST)