Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

વિડીયો : રાજ્યભરમાં ગુંજ્યો 'નંદ ઘેર આનંદ ભયો... જય કનૈયાલાલ કી...' નો નાદ : શ્રી કૃષ્ણના જન્મોત્સવને ખુબ હોશે - હોશે બધા ભાવકોએ વધાવ્યો : કૃષ્ણ મંદિરોમાં ભક્તોના ઘોડાપૂર જોવા મળ્યા : દ્વારકાધીશને ભક્તે 1 કિલો 930 ગ્રામની ‘ચાંદીની ધજા’ કરી અર્પણ

અમદાવાદ: ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને અનુલક્ષીને રાજ્યના દ્વારકા,શામળાજી અને ડાકોરમાં ઉજવણીની તૈયારી કરી દેવામાં આવ્યા છે. ડાકોરમાં જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મંદિર પરિષરમાં ભાવી ભક્તોએ ભજન અને કીરતન કરવાના શરૂ કરી દીધા છે. કાનુડાને રીઝવવા ભક્તોએ અવનવા ભજનો ગાઇ રહ્યા છે. 

ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભાવી ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યો હતો. કાનજી ભગવાનના જન્મોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ભાવી ભક્તોએ ભગવાનને રીઝવવા માટે મીશ્રી, માખણના ભોગ સાથે રાસ ગરબા શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના ત્રણ સૌથી મોટા કૃષ્ણ મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારી શરૂ થઇ ગઇ છે. યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને એક ભક્ત દ્વારા ચાંદીની ધજા અર્પણ કરવામાં આવી છે. ગાંધીનગરના હાથીજણથી પગપાળા ચાલીને આવેલા નંદુભાઇ પટેલે દ્વારકાધીશને ચાંદીની ધજા અર્પણ કરી છે.

પગપાળા ગાંધીનગરથી દ્વારકા 14 દિવસની યાત્રા કરીને પગપાળા આવેલા ભક્તએ ભગવન દ્વારકાધીશને ચાંદીની ઘજા અર્પણ કરી છે. હાથીજણથી નંદુભાઇ પગપાળા હરિના માર્ગે ચાલ્યા અને ભાવથી ભગવાન દ્વારકાધીશ માટે તેમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ચાંદીની ધજા અર્પણ કરી ધ્યનતાનો લાભ લીઘો હતો.

શામળાજીમાં પણ શામળીયા શેઠના જન્મોત્સવ બાદ લોકો બાળ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે ભક્તોનું મોટુ ટોળું જોવા મળ્યું હતું. રાધાના કાનના જન્મ દિવસે લોકો તેને રીઝવવા માટે નીતનવા ભજનો ગાવામાં આવી રહ્યા છે. રાજ્યના શ્રી કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.

(1:00 am IST)