Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

સુરતમાં પોલીસ કચેરીમાં આધેડે અગમ્ય કારણોસર ઝેર ગટગટાવ્યું

સુરત:રૂ. ૧ કરોડની છેતરપિંડી અંગે વારંવાર અરજી કરવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા આજે સાંજે અબ્રામા રોડના આધેડે પોલીસ કમિશ્નર કચેરીમાં ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

બનાવ અંગે પોલીસસૂત્રો તેમજ નવી સિવિલ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, આજે સાંજે ૬.૩૦ વાગ્યાના અરસામાં પોલીસ કમિશ્નર કચેરીમાં એડીશનલ પોલીસ કમિશનર (રેન્જ-૨) ડી.એન. પટેલની ઓફિસની વિઝીટર્સ લોન્જમાં એક વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવતાં ભાગદોડ મચી ગઈ હતી. તે સમયે તમામ ઉચ્ચ અધિકારીઓ અને પી.આઈ. મિટીંગમાં વ્યસ્ત હોય ત્યાં હાજર પોલીસ કર્મીઓએ તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તે વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.

(5:29 pm IST)