Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

હાર્દિક પટેલના ઉપવાસની મંજૂરી નહિ : તંત્ર એલર્ટ : સુરક્ષા - બંદોબસ્ત વધારાયો: સચિવાલયના પ્રવેશ દ્વારે ભાલા આકારની પટ્ટીઓ લગાવાઈ

 

અમદાવાદ :પાસના સુપ્રીમો હાર્દિક પટેલ પટીદારોને અનામત અને ખેડૂતોની સમસ્યાઓને લઈને આવતીકાલે કોઈપણ ભોગે ઉપવાસ શરૂ કરવા મક્કમ છે.જોકે હાર્દિક પટેલને અમદાવાદ કે ગાંધીનગરમાં  ઉપવાસની મંજૂરી મળી નથી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને હાર્દિકને ઉપવાસ સ્થળ માટે મંજૂરી અપાઈ નથી. ત્યારે તે તેના ઘરેથી ઉપવાસ કરશે તેમ પણ તેણે જણાવ્યું છે.

 હાર્દિકના ઉપવાસને લઈને મોટી સંખ્યામાં તેના સમર્થકો ઉમટી પડે તેવી શકયતા છે બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવી આશંકાને પગલે તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરાઈ છે અને આગામી દિવસોમાં રજા આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં સુરક્ષા બંદોબસ્ત વધારાયો છે.સચિવાલયના પ્રવેશ દ્વાર પર ભાલા આકારની પટ્ટીઓ લગાવી દેવાઈ છે.

(9:11 am IST)