Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

અમદાવાદના શનિવારે સાંજે ધમાકેદાર એન્ટ્રી બાદ રવિવારે આખો દિવસ વરસાદ ચાલુ : સરેરાશ અડધાથી એક ઈંચ વરસાદ પડ્યો

રવિવારે ઝરમર વરસાદમાં પણ શહેરના મોટાભાગના ખાણી પીણી બજારોમાં ભીડ ઉમટી પડી

અમદાવાદ શહેરમાં ગઈકાલે શનિવારે રાતે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં શનિવારે સાંજે 6થી 8 દરમિયાન બે કલાકમાં સરેરાશ બે ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે આજે રવિવારે દિવસભર ઝરમર વરસાદ પડ્યો હતો. આજે દિવસભરમાં સરેરાશ અડધાથી એક ઈંચ વરસાદ પડ્યો હતો.

અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ ગઈકાલે શનિવારે રાતે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારોમાં શનિવારે રાતે બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા ખાસ કરીને નારણપુરા વિસ્તારમાં મોટાભાગના રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા. લખડી તળાવ વસાહત આગળથી પસાર થતા રોડ ઉપર તો એટલા પાણી ભરાયા હતા કે, કેટલાય વાહનો ખોટકાઈ ગયા હતા. આજે રવિવારે દિવસભર ઝરમર વરસાદ રહ્યો હતો. ઝરમર વરસાદમાં પણ શહેરના મોટાભાગના ખાણી પીણી બજારોમાં ભીડ ઉમટી પડી હતી

(10:04 pm IST)