Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

ચાકુની અણીએ કેશિયરનો થેલો આંચકી ફરાર થયા હતા

લૂંટારૂ લવરમૂછિયાઓની ગેંગ ઝડપાઈ : સુરતના મહુવેજ નજીક નેશનલ હાઇવે પર થયેલી લૂંટનો ભેદ પોલીસે ઉકેલ્યો, ફક્ત કેશિયરોને બનાવતા નિશાન

સુરત, તા.૨૫ : સુરતના મહુવેજ નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર થયેલ લૂંટનો ભેદ કોસંબા પોલીસે ઉકેલી નાખ્યો છે. થોડા દિવસ અગાઉ મહુવેજ ગામ નજીક અમદાવાદ-મુંબઇ હાઇવે ઉપર કંપનીઓના પૈસા ઉઘરાવતા કેશિયરને લવરમૂછિયાઓએ લૂંટયો હતો. બાઇક ઉપર આવેલા ત્રણ લૂંટારુઓએ ચપ્પુ બતાવી કેશિયરની લાખો રૂપિયા ભરેલી બેગ આંચકી ફરાર થાય હતા,લૂંટની ઘટનામાં કોસંબા પોલીસે ત્રણેય આરોપીઓ ને ઝડપી જેલ હવાલે કર્યા.

 થોડા દિવસ અગાઉ સુરતના મહુવેજ ગામ નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર બાઇક સવાર કેશયર ને લૂંટી લેવાયો હતો,બાઇક ઉપર આવેલા ત્રણ ઈસમોએ બાઇક પર જઈ રહેલા કેશિયરને રોકી લૂંટી લીધો હતો. એક એજન્સીનો કેશિયર કંપનીઓના પૈસા કલેક્ટ કરી બેક્નમાં ભરવા માટે જઇ રહ્યો હતો તે સમય દરમિયાન બાઇક ઉપર આવેલ ત્રણ ઈસમો કેશિયરને રોકી હાથ ઉપર ચપ્પુ વડે હુમલો કરી ,૬૭,૧૧૫ રૂપિયા ભરેલી બેગ છીનવી ફરાર થઈ ગયા હતાભોગ બનનાર કેશિયરે કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે ગણતરીના દિવસોમાં લૂંટ કરનાર લૂંટારુઓને ઝડપી જેલ હવાલે કરી દીધા હતા. લૂંટની ઘટનાને લઈ કોસંબા પોલીસ વોચમાં હતી તે સમય દરમિયાન કોસંબા પોલીસને બાતમી મળી હતી કે લૂંટની ઘટના ને અંજામ આપનાર ત્રણેય ઈસમો નેશનલ હાઇવે ૪૮ ઉપર સાવા પાટિયા નજીક આવનાર છે, દરમિયાન સાવા ચોકડી ખાતેથી ત્રણેય ઈસમો બાઇક ઉપરથી પસાર થયા હતા. ઘટનાને લઈ ભોગ બનનાર કેશિયરે કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે ગણતરીના દિવસોમાં લૂંટ કરનાર લૂંટારુઓને ઝડપી જેલ હવાલે કરી દીધા હતા. લૂંટની ઘટનાને લઈ કોસંબા પોલીસ વોચમાં હતી તે સમય દરમિયાન કોસંબા પોલીસને બાતમી મળી હતી કે લૂંટની ઘટના ને અંજામ આપનાર ત્રણેય ઈસમો નેશનલ હાઇવે ૪૮ ઉપર સાવા પાટિયા નજીક આવનાર છે, દરમિયાન સાવા ચોકડી ખાતેથી ત્રણેય ઈસમો બાઇક ઉપરથી પસાર થયા હતા.

 કોસંબા પોલીસે ત્રણેય ઈસમો ને દબોચી લીધા હતા અને તેની કડકાઈથી પૂછપરછ કરતા તેમણે કેશિયરને ચપ્પુ વડે હુમલો કરી લૂંટયો હોવાની કબૂલાત કરી હતી. ઝડપાયેલ આરોપીઓ હાઇવે ઉપર કંપનીઓના પૈસા ઉઘરાવતા કેશિયરો ઉપર વોચ રાખી નિશાન બનાવે છે. કેશિયર બેક્નમાં પૈસા ભરવા જાય તે સમયે સમયે તેને નિશાન બનાવી લૂંટી લે છે. કેશિયર બચવા માટે પ્રતિકાર કરે તો તેના ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવે છે ઝડપાયેલા આરોપીઓ પ્રકારની એમઓ વાપરી લૂંટની ઘટના ને અંજામ આપે છે

(9:25 pm IST)