Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

વેક્સિન લેવા વેપારી-શ્રમિકો રાતે સેન્ટરની બહાર સૂવે છે

સુરતમાં કોરોનાની રસી માટે પડાપડી : રસી લેવા સુરતના લોકો આખી રાત મચ્છરોનો ત્રાસ સહન કરે છે : સવારે માત્ર ૨૦૦ લોકોને જ ટોકન અપાય છે

સુરત, તા.૨૫ : કોરોનાની બીજી લહેરમાં સુરતના શ્રમિકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. દાખલ કરવા હોસ્પિટલોમાં લાંબી લાઈનો, અંતિમ ક્રિયા કરવા માટે લાઇનો, સંતાનનાં ઓનલાઇન શિક્ષણ માટે માથાકૂટ. ત્યારે હવે રસી હોય તો કામ ધંધા પર જઈ શકાય નહીં તેવી જાહેરાત કરતાં સુરતના સ્વામી વિસ્તારોમાં શ્રમિકો રસી લેવા માટે મોડી રાતથી સેન્ટરની બહાર લાઇનો લગાવે છે. રસી લેવા માટે સુરતના લોકો આખી રાત મચ્છરોનો ત્રાસ સહન કરવાની વારી આવી છે.

 સુરતનાં અમુક વિસ્તારોમાં રહેતા લોકોને કોઈપણ વ્યવસાય અથવા તો ધંધામાં કામ કરવા જવું હોય તો વ્યક્તિ હોય તો એન્ટ્રી આપવામાં આવે છે. જેને લઇને હવે લોકો પોતાના કામધંધે જવા માટે માટે સતત વલખા મારી રહ્યા છે. સુરતના ઉધના વિસ્તારમાં લોકો મોડી રાત્રે સેન્ટર ઉપર લાઈન લગાવી દે છે. રાત્રે બાર વાગતાંની સાથે લોકો સેન્ટરની બહાર લાઈન લગાવી ત્યાં સૂઈ જાય છે. કારણ કે, સવાર થતાં માત્ર મર્યાદિત જથ્થાને લઈને ટોકન મળતા નથી. ટોકન લેવા માટે લોકોએ મચ્છરોનો ત્રાસ પણ સહન કરતા હોય તેવી વિગતો સામે આવી રહી છે.

 સવાર થતાં રસી માટે માત્ર ૨૦૦ લોકોને ટોકન આપવામાં આવે છે. ત્યારે સ્થાનિક વિસ્તારોમાં રહેતા અને કામ ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લોકો માટે મોડી રાતથી ટ્રેડ સેન્ટરની બહાર લાઇન લગાવે છે. જોકે કેટલાક લોકો તો સેન્ટરની બહાર સૂઇ જતા હોય છેે.

 નોંધનીય છે કે, રવિવારે બંધ રહેતાં વેક્સિનેશન કાર્યક્રમને વખતે ચાલુ રખાયું છે. વાણીજ્ય એકમો સાથે સંકળાયેલા વેપારીઓ, કર્મચારીઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તે માટે પાલિકાના કોમ્યુનિટી હોલ, સમાજ ની વાડી, શાળાઓ, કેટલાંક હેલ્થ સેન્ટરોમાં મળી કુલ ૯૯ સેન્ટરો પર રવિવારે સેન્ટર દિઠ ૨૨૫ લોકોને રસી આપવામાં આવનાર છે.

(9:25 pm IST)