Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

વલસાડના કપરાડામાં 4 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો : મધુબન ડેમની સપાટી 71.35 મીટર પર પહોંચી

વલસાડ જિલ્લામાં ઉમરગામ, ધરમપુર, કપરાડા અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ

વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડા અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કપરાડામાં 4 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકયો છે.  
    ઉપરવાસમાં વરસાદને લીધે નદીઓમાં પાણીની આવક થઇ છે. મધુબન ડેમની સપાટી 71.35 મીટર પર પહોંચી છે. જ્યારે 13,828 ક્યુસેક પાણીની આવક થઇ છે. તો ડેમમાંથી 11653 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં ઉમરગામ, ધરમપુર, કપરાડા અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ છે.

(6:41 pm IST)