Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જામ્યો : નસવાડી પંથકમાં ધોધમાર વરસાદ : ટોકરવો-ધામણી નદીમાં પૂર : કોઝવે પર પાણી ફરી વળતા ચારથી વધુ ગામનો સંપર્ક તૂટ્યો

સાર્વત્રિક વરસાદના લીધે નસવાડીનું હાંડલી ગામ સંપર્ક વિહોણું : ગ્રામજનોને દસ કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો

છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદી માહોલ જામ્યો છે. નસવાડી, આમરોલી, તણખલા સાથે ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. છોટાઉદેપુરના કવાંટમાં નાની ટોકરી પાસેથી પસાર થતી ટોકરવો ધામણી નદીમાં પૂર આવ્યું છે. કોઝવે ઉપર પાણી ફરી વળતા 4થી વધુ ગામનો જીલ્લા સાથે સંપર્ક કપાયો છે. સાર્વત્રિક વરસાદના લીધે નસવાડીનું હાંડલી ગામ સંપર્ક વિહોળું બની ગયું છે. મુખ્ય ગામના રોડ પર આવેલ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. હાંડલીના ગ્રામજનોને દસ કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે.

(6:39 pm IST)