Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

હત્યા : 4.33 લાખની લૂંટ સાથે વ્રુધ્ધાની હત્યા : પોલીસે હત્યાની કડી મેળવવા અન્ય ટીમોની મદદે આગળની તપાસ હાથ ધરી

વાપીમાં ગળું દબાવી ચપ્પુના 25 ઘા મારી હત્યા કરી હતી:ગુરૂવારે તેઓ ઇદનો તહેવાર હોવાથી ગુરૂવારે પરિવાર સાથે સાસરે ભિવંડી ગયા હતા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં ચકચાર મચાવતા કેશમાં પોલીસ આરોપીઓને પકડવા કોઈ કસર છોડશો નહી વાપી સરવૈયાનગરમાં રહેતો પરિવાર ઇદ મનાવવા સાસરે ગયા બાદ ઘરમાં એકલી વૃદ્ધાનું ગળુ દબાવી પેટના ભાગે કોઇ હથિયારથી ઇજાઓ પહોંચાડીને આરોપીઓ રોકડા તેમજ દાગીના મળી કુલ રૂ.4.33 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

વાપીના સરવૈયાનગરમાં રહેતા સૈફુરહેમાન મોહમદરઝા ખાન ઉ.વ.53 એ શુક્રવારે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગુરૂવારે તેઓ ઇદનો તહેવાર હોવાથી ગુરૂવારે પરિવાર સાથે સાસરે ભિવંડી ગયા હતા.

તે સમયે માતા આમીન ખાતુન ઉ.વ.68 ઘરે એકલી હતી. શુક્રવારે અજાણ્યો ઇસમ ઘરમાં પ્રવેશી માતાનું ગળુ દબાવીને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારથી અનેક હુમલો કરી હત્યા કરી દીધા હોવાનું જાણવા મળતા તેઓ સહપરિવાર તાત્કાલિક વાપી આવ્યા હતા.ત્યારે ઘરમાં માતાજી લોહીલુહાણ હાલતમાં બેઠક રૂમમાં દેખાયા હતા. ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં દેખાતા તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીએ ઘરમાંથી રોકડા રૂ.2,00,000 તથા સોનાના દાગીના આશરે 7.8 તોલા કિં.રૂ.2,33,000 મળી કુલ રૂ.4,33,000ની લૂંટ કરી ફરાર થઇ ગયો હતો. પોલીસે આ કેસમાં હત્યાની કડી મેળવવા અન્ય ટીમોની મદદે આગળની તપાસ હાથ ધરી છે.

(10:49 am IST)