Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

રવિ પુજારી પોતાના નામની આપતો ફ્રેન્ચાઇઝી: સાઉથ આફ્રિકામાં ઇન્ડિયન રેસ્ટોરન્ટ ચલાવતો

ખંડણી માંગવા ઇચ્છો તો વસુલાતની કેટલીક ચોક્કસ રકમ વસુલીને નામની ફ્રેન્ચાઇઝી પણ આપતો હતો

અમદાવાદ :બેંગ્લોરથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ગુજરાતમાં લવાયેલા રવિ પુજારીની રહેણીકરણી અને વિચારસરણી કોઇ ઉદ્યોગપતિને પણ શરમાવે તેવી છે. રવિ પુજારી સાઉથ આફ્રિકામાં પોતાના પરિવાર સાથે સેટલ થઇ ચુક્યો હતો. તે સાઉથ આફ્રિકામાં નામ બદલીને ન માત્ર રહેતો હતો પરંતુ ઇન્ડિયન રેસ્ટોરન્ટ પણ ચલાવતો હતો. પરિવારમાં પત્ની, માતા અને બે બાળકોનો સમાવેશ થાય છે.

  રવિ પુજારી બિઝનેસમેન હોય તે પ્રકારે સમગ્ર આયોજન કર્યું હતું. પોતાની હોટલ ચાલુ કરી તેની ફ્રેન્ચાઇજી તો તે આપતો જ પરંતુ જો કોઇ રવિ પુજારીના નામ ખંડણી માંગવા ઇચ્છતું હોય તો નામની પણ ફ્રેન્ચાઇજી આપતો હતો. રવિ પુજારીના નામે તમે ખંડણી માંગવા ઇચ્છો તો વસુલાતની કેટલીક ચોક્કસ રકમ વસુલીને નામની ફ્રેન્ચાઇઝી પણ આપતો હતો.

   રવિ પુજારીની ત્રણ આઇપીએસ અધિકારી સતત પુછપરછ કરી રહ્યા છે. જો કે પોતે ડ્રગ્સના વ્યવસાય સાથે સંકળાયેલો નહી હોવાનું સતત રટણ કરી રહ્યો છે. કોર્ટના આદેશ અનુસાર વીડિયોગ્રાફી સાથે પોલીસ ઇન્ટરોગેશન ચાલી રહ્યું છે. જો કે ક્રાઇમબ્રાંચમાં તેને નીચે બેસાડાતા ગભરાઇ ગયો હતો અને બેંગ્લોરમાં તેને બેસવા માટે બાકડો અપાયાનું કહ્યું હતું. રિકવેસ્ટ સાથે તેને ખુરશી કે બાકડો આપવામાં આવે તેવી અપીલ કરી હતી. પોલીસ હાલ તો સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરી રહી છે.

(10:12 am IST)