Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

રોડના નાણા ગજવાભેગા કરીને લોકોના હાડકા ભાંગવાની પૂર્ણ વ્યવસ્થા

વડોદરામાં ચાલુ વરસાદે એક્ટિવા ચાલક ખાડામાં પડ્યાનો વિડીયો સાથે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ ટ્વીટ કર્યું

અમદાવાદ : છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં વડોદરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક એક્ટવા ચાલક ચાલુ વરસાદમાં રોડ પરથી પસાર થઈ રહ્યો છે તે દરમિયાન પાણી ભરાયેલા એક ખાડામાં એક્ટિવા સાથે પડી જાય છે. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ વિડીયો સાથે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા એ પણ ટ્વીટ કર્યું છે. અને લખ્યું છે કે, રોડના નાણા ગજવાભેગા કરીને લોકોના હાડકા ભાંગવાની પૂર્ણ વ્યવસ્થા કરી રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મનપામાં ભાજપનું શાસન છે. અને કોંગ્રેસ નેતા તંજ કસી રહ્યા છે કે વિકાસ ખાડે ગયો છે.

રાજ્યમાં હાલમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ ચાલુ છે. ત્યારે અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસ્યો છે. તો ક્યાંક ખેડૂત વરસાદની રાહ જોઇને બેઠો છે. પરંતુ આછા પાટલા વરસાદમાં પણ ગુજરાતના મોટાભાગના રોડ અને રસ્તાઓની હાલત બદ થી બદતર થઇ ચુકી છે. રોડ ઉપરથી કપચી તો એવી ઉખડી છે ડામરનું નામો નિશાન નથી જોવા મળતું. તો કયાંક મસમોટા ખાડા પડી ગયા છે. તો ઘણી જગ્યાઓ પર ભુવા પડવાની ઘટના પણ સામે આવી રહી છે. ત્યારે સરકારની પ્રિ-મોન્સુનની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે

(10:26 pm IST)