Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

શાકભાજી અને ફળોના ભાવમાં પણ જોવા મળી કોરોનાની અસર

ફળો અને શાકભાજીના ભાવમાં કોરોનાગતિએ વધારો

રાજકોટ,તા.૨૫: દેશના મહાનગરો માં ઙ્ગકોરોનાની ગતિ વધતી જોવા મળે છે ત્યારે જીવન જરુરીયાતી ઙ્ગવસ્તુઓના ભાવમાં પણ અત્યારે તેજી જોવા મળે છે. શાકમાર્કેટને કોરોનનું ગ્રહણ તો લાગ્યું જ છે પણ આ બાજુ શાકભાજીના ભાવમાં કોરોનાની ઙ્ગઅસર જોવા મળી રહી છે. વરસાદની સીઝન શરૂ થઇ ચુકી છે ત્યારે શાકભાજીમાં બજારમાં પણ વરસાદની અસર જોવા મળી રહી છે. અત્યારે શાકભાજી અને ફળોનું બજાર અત્યારે તો સ્થાનિક લોકો માટે ઉપયોગમાં આવી રહ્યું છે ત્યારે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

ભાવ વધારા માટે માર્કેટના નિષ્ણાતો જણાવી રહ્યા છે કે અત્યારે લોકડાઉન ઙ્ગઅને વરસાદની અસર જોવા મળી રહી છે. વરસાદના લીધે પણ શાકભાજી અને ફળોના ભાવમાં વધારો જોવા મળે છે.

આ ઉપરાંત આ વર્ષે કોરોના દરેક જગ્યાએ પોતાની અસર બતાવતો રહ્યો છે ત્યારે ખાસ આવી વસ્તુઓ કે જે લોકોની પ્રાથમિક જરૂરિયાત છે તેવી શાકભાજી અને ફળોની બજારમાં કોરોનાની ઙ્ગઅસર જોવા મળી રહી છે. લોકોની વાત ઉપર થી એ પણ જાણવા મળી રહ્યું છે જીવન જરુરીયાતી ઙ્ગદરેક વસ્તુઓમાં ભાવ વધારો જોવા મળ્યો છે. જો ભાવ વધારાનું કારણ પૂછવામાં આવે તો દરેક જગ્યા એક સરખો જવાબ મળે છે તે છે કોરોના અને લોકડાઉન આ બંને કારણ બતાવીને દુકાનદાર કે ફેરિયા ભાવ વધારાનો લાભ લઇ રહ્યા છે. લોકડાઉન ઙ્ગથયું ત્યારથી વસ્તુઓની આવન જાવન ઉપર અસર જોવા મળી રહી હતી.

સરકારના આદેશ અનુસાર જીવન જરૂરિયાતની વસ્તુઓની તંગી ન વર્તાય તે માટે આવા શાકભાજી ફળો કે અનાજની હર ફેર ઉપર નિયમોને આધીન છૂટછાટ આપવામાં આવી હતી પણ વાહનોના ભાડા કે પછી વાહનોની અછત વસ્તુઓની હેરફેર માટે અત્યારે ઓછી થતી જોવા મળી છે ત્યારે વસ્તુઓના ભાવમાં વધારો નોંધાય રહ્યો છે. ખેડૂતોને તેની વસ્તુઓ માર્કેટ સુધી પહોંચાડવા માટે વાહનોની અછત વર્તાય રહી છે, ત્યારે ખેડૂતોને માલનો પૂરતો ભાવ નથી મળી રહ્યો તેવો પણ એક મત ઙ્ગખેડૂતો દ્વારા આપવામાં આવી રહ્યો છે.

દેશની વાત કરવામાં આવે તો નાસિક એ ડુંગળીના ઉત્પાદન માટે જાણીતું છે નાસિકની ડુંગળીની ડિમાન્ડ અત્યારે બાંગ્લાદેશ માંથી વધુ જોવા મળી રહી છે ત્યારે નાસિકની લાસલગાંવ માર્કેટથી બાંગ્લાદેશ ૪૮૦ ટન ડુંગળી મોકલવામાં આવશેમ ડુંગળીને બાંગ્લાદેશ મોકલવા માટે ઙ્ગખાનગી વાહનની વ્યવસ્થા કરવામાં આવશે. (૨૨.૩૩)

ભાવ વધારા માટે વરસાદ પણ જવાબદાર

માલના અવન જાવન માટે વરસાદ પણ વિધ્ન બનીને અત્યારે સામે આવી રહ્યો છે. વરસાદના લીધે રસ્તાની સ્થિતિ તેમજ પૂરની સ્થિતિ પણ વાહનોની અવર જવરને અસર કરે છે જેને પગલે શાકભાજી અને ફળોના ભાવમાં વધારો નોંધવામાં આવી રહ્યો છે.

બટાટા - ૩૦૦- ૪૫૦

ટમેટા - ૬૦૦-૮૦૦

કોથમરી - ૪૦૦-૭૦૦

રીંગણા - ૧૦૦- ૨૫૦.

કોબીજ - ૧૦૦.-૨૦૦

ભીંડો - ૧૫૦- ૨૫૦

ગુવાર - ૬૫૦-૯૫૦

ચોળા સીંગ - ૨૨૦-૫૫૦

દૂધી - ૨૦૦- ૩૦૦

કારેલા - ૩૦૦-૫૦૦

પરવળ - ૪૦૦-૫૫૦

આદુ - ૬૫૦-૯૫૦

(3:57 pm IST)