Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

નર્મદા જિલ્લામાં હિસાબી,વહીવટી શાખામાં ખાલી જગ્યાઓનાં કારણે હાલાકી,ઘણા વિભાગો ઇન્ચાર્જ ભરોશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : જિલ્લામાં ૨૩ સિનિયર હિસાબનીશની જગ્યા ખાલી નર્મદામાં હિસાબી , વહીવટી શાખામાં કર્મચારીઓની ખાલી જગ્યાથી હાલાકી વિવિધ કચેરીઓમાં ઇન્ચાર્જ કીઓથી ચાલતું ગાડું : લોકોને ધરમધકકા તાલુકા પંચાયતમાં નાયબ હિસાબનીશની જ્ગ્યા ખાલી છે . જુનિયર કલાર્કથી વહીવટી ચાલે છે.
નર્મદા જિલ્લાની વિવિધ કચેરીઓમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવતી ન હોવાથી ઇન્ચાર્જ થી ગાડું ગબડાવવામાં આવે છે . નાંદોદ ,દેડિયાપાડા , સાગબારા તાલુકામાં નાયબ હિસાબનીશ નિવૃત્ત થતાં આ ત્રણ તાલુકામાં ઇન્ચાર્જ એક જ નાયબ હિસાબનીશ થી ગાડું કામ ચલાવવામાં આવે છે .નર્મદા જિલ્લામાં હિસાબનીશ વિભાગમાં ૨૪ જગ્યામાંથી એક જગ્યા ભરેલી છે .૨૩ સિનિયર હિસાબનીશની જગ્યા ખાલી છે .ઇન્ચાર્જ અધિકારીઓ આ જગ્યાઓ પર ઇન્ચાર્જ તરીકે કામ કરતા હોય અઠવાડિયાના અમુક વાર મળતા હોવાથી અરજદારો અટવાઈ છે,૦૩ જુનિયર કલાર્ક હિસાબનીશ ની આંતર જિલ્લા ફેરબદલી થતાં ૦૭ જગ્યામાંથી ત્રણ જતાં રહેતા હાલ ચાર થી ગાડું ગબડે છે જ્યારે જુનિયર હિસાબનીશની ત્રણ જગ્યા ખાલી છે . જેથી ઇન્ચાર્જ થી ગાડું ગબડાવવામાં આવે છે . નર્મદા જિલ્લા પંચાયતમાં બાંધકામ શાખામાં બે વર્ષથી એક જગ્યા ખાલી છે . જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગમાં એક જગ્યા ખાલી છે . આઇ.સી.ડી.એસ. વિભાગમાં એક જગ્યા ખાલી છે . ૧૧ વહીવટી જગ્યા ખાલી છે . દેડિયાપાડા ખાતે મદદનીશ ટી.ડી.ઓ.ની જગ્યા ખાલી છે . સાગબારા તાલુકા પંચાયત ખાતે ૦૫ જગ્યાએ એક જુનિયર કલાર્ક હિસાબનીશ થી ગાડું ગબડાવવામા આવે છે . ૦૪ જગ્યા ખાલી છે . તિલકવાડા પંચાયત ખાતે એક જુનિયર કલાર્ક થી ગાડું ગબડાવવામા આવે છે . ૪ જગ્યા ખાલી છે . ગરૂડેશ્વર નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી અધિકારીની મહત્વની જગ્યા ખાલી છે ત્યાં પણ ઇન્ચાર્જ થી ગાડું ગબડે છે . જંગલ ખાતાની કચેરીઓમાં પણ કર્મચારી ઓની જગ્યાઓ ખાલી છે . ત્યારે નર્મદા જિલ્લામાં સરકારી વહીવટ રેગ્યુલર કર્મચારીઓ વિના ઇન્ચાર્જ કર્મચરીઓ નાં ભરોસે ચાલતા વહીવટ નાં કારણે હજારો લોકો નાં કામ સમયસર થતા નથી માટે નર્મદા જિલ્લામાં સત્વરે વિવિધ કચેરીઓમાં કર્મચારીઓની જગ્યાઓ પર ભરતી કરવામાં આવે એવી લોક લાગણી છે.

(10:41 pm IST)