Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

સુંદરપુરા ગામમાં મહિલાને સાયકલની ચેન મારી ઇજા કરવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા નાં નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામમાં મહિલાને સાઇકલની ચેન મારી ઇજા કરવાની ઘટના બાદ આ કેસ રાજપીપળા કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આ કેસના આરોપીને એક વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો છે

મળતી માહિતી મુજબ હસીનાબેન વાસુદેવભાઇ નામના મહિલા સુંદરપુરા ગામે પોતના ઘરેથી આવતા હતા ત્યારે વિનોદભાઇ બીજલભાઈ વસાવા( રહે.સુંદરપુરા,નવીનગરી) એ માં- બેન સમાણી ગાળો બોલી સાયકલની ચેન વડે હસીના બેનને માથાના ભાગે તથા મોઢાના ભાગે મારતા આ બાબત નો ગુનો રાજપીપલા પો. સ્ટે. માં નોધાયેલ જે કેસ રંગવાલા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ હેરિસન .જે.વકીલે કોર્ટને જણાવ્યુ હતુ કે આરોપી દ્વારા આચરેલુ કૃત્ય ગંભીર હોય સમાજમાં દાખલો બેસાડવા તેને કડક સજા ફટકારવી જોઇએ. ત્યારબાદ કોર્ટૅ એ આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા અને ૫૦૦ રૂ.ના દંડનો હુકમ કર્યો હતો .

(10:36 pm IST)