Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

રાજપીપળા ડી.એલ.એડ. (પી.ટી.સી.)માં ઓફ લાઇન ફોર્મ ભરાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપળાના આચાર્ય નાં જણાવ્યા મુજબ પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માંગતી બહેનોને આ વખતે જે, તે કોલેજ પરથી જ ઓફ લાઇન ફોર્મ ભરી કોલેજ ખાતે જ જમા કરાવાવનું રહેશે.
અત્રેની કોલેજને પી.ટી.સી. (ડી.એલ.એડ.) ના ફોર્મ ભરી તેનુ સ્વીકાર કેન્દ્ર ફાળવવામાં આવેલ છે. આથી ધોરણ 12 માં કોઈપણ પ્રવાહ સાથે 50% કે તેથી વધુ અને અનામતમાં આવતી બહેનો માટે 45% કે તેથી વધુ ટકા મેળવેલ હોય તેઓ કોલેજ પર જ ફોર્મ ભરી સ્ત્રી અધ્યાપન મંદિર, ચંપક નિવાસ, નગર પાલિકા પાસે, રાજપીપળા, જી. નર્મદા ખાતે તા. ૨૭/૦૬/૨૦૨૨ થી તા.૦૭/૦૭/૨૦૨૨ (રવિવાર સિવાય)  સુધીમાં સવારે 11:00 કલાક થી સાંજે 5:00 કલાક સુધીમાં જમા કરાવી શકશે.
ફોર્મ ભરતી વખતે ધોરણ 10 અને 12ની માર્કશીટ, ટ્રાયલ સર્ટિ, જાતિના દાખલો, લિવિંગ સર્ટિ, બે પાસપોર્ટ સાઈઝ ના ફોટા, શારીરિક ખોડ ખાપણનો દાખલો, સહિત જરૂરી બધા જ ડૉક્યુમેન્ટ ની અસલ કોપી અને એક જેરોક્ષ કોપી સાથે લઈ જવા જણાવેલ છે.

(10:29 pm IST)