Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ગૌતમ અદાણીને ૬૦માં જન્મદિને સ્તુત્ય ભેટ:અદાણી ફાઉન્ડેશન આયોજીત રક્તદાન કેમ્પમાં ૧૪૦૦૦ કર્મચારીઓએ ઉલટભેર ભાગ લીધો

૧૩૮ બ્લડ બેંકમાં ૫૬૦૦ લિટર નવજીવન આપતું બ્લડ એકત્ર થયું

અમદાવાદ:દેશના નામાંકીત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ૬૦માં જન્મ દિને સમગ્ર દેશમાં અલગ અલગ સ્થળએ કાર્યરત વિક્રમજનક ૧૪૦૦૦ કર્મચારીઓએ રક્તદાન કરીને આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. અદાણી ગૃપની રાષ્ટ્ર અને તેના નાગરિકોને બહુવિધ માર્ગે ઉપયોગી થવાની ફિલોસોફીને અનુરુપ પ્રતિવર્ષ અદાણી ફાઉન્ડેશન ગુપના ચેરમેનના જન્મદિવસે સ્વૈચ્છિક રક્ત દાન માટે ખાસ કેમ્પ યોજવાની અદાણી ફાઉન્ડેશને એક પરંપરા પ્રસ્થાપિત કરી છે.
અદાણી ફાઉન્ડેશને આ પ્રણાલિ અંતર્ગત યોજેલી રક્તદાન ઝૂંબેશમાં એકત્ર કરાયેલા ૧૪,૦૦૦ બ્લડ યુનિટ ગત વરસે યોજેલા રક્તદાન કેમ્પમાં એકત્ર કરવામાં આવેલા યુનિટ્સની તુલનાએ ૫૦૦૦ યુનિટ્સ વધુ છે. ભારતના ૨૦ રાજ્યોને આવરી લેતા ૧૧૫ શહેરોમાં ૧૫૨ સ્થળોએ રક્તદાન કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી હતી.૧૩૮થી વધુ બ્લડ બેંકોએ રક્તદાન એકત્ર કરવામાં સહયોગ આપ્યો હતો. 
શ્રેણીબધ્ધ સામાજીક કાર્યોમાં યોગદાન આપવાના ધ્યેયથી અદાણી પરિવારે રુ.૬૦ હજાર કરોડ આપવાના કરેલા સંકલ્પના બીજા દિવસે હાથ ધરવામાં આવેલી રક્તદાનની દેશવ્યાપી ઝૂંબેશને પ્રસંશનીય સહયોગ સાંપડ્યો છે. રાષ્ટ્રના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં સખાવત સંબંધી કામગીરી માટે આ નાણાનો ઉપયોગ અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે.
અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડો.પ્રીતી અદાણીએ ચેરમેનના જન્મ દિવસ પ્રસંગે અદાણીના વિશાળ કર્મચારીગણે અનેક જીંદગીઓને બચાવતા રક્તદાન માટે આગળ આવી અનુકરણિય યોગદાન આપ્યું છે તે ઘટના સહુ માટે હ્દય સ્પર્શી છે. અદાણી પરિવાર દ્વારા સ્વાસ્થય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે રુ.૬૦,૦૦૦ કરોડની સખાવતનો સંકલ્પ અને રક્તદાન શિબિરોમાં ભાગ લેનાર કર્મચારીઓની સંખ્યા ફાઉન્ડેશન જે સામાજિક કાર્ય કરી રહ્યું છે એ તમામના માન્યતા અને અપેક્ષાઓની પૂર્તી કરે છે. સામાજિક સમસ્યાઓમાં યુવા પેઢી તેમજ અદાણી ગ્રૂપની રાષ્ટ્રનિર્માણની ફિલોસોફીને આગળ લઇ જવા માટે તેમના મળી રહેલા  સમર્થનનું  મને ગૌરવ છે. અમારા પ્રત્યેના લોકોના સ્નેહ માટે તેમણે રુણભાવની લાગણી વ્યક્ત કરી છે.”
તબીબી કટોકટીના સામનો કરતા માતા-પિતાઓ માટે રક્તનો કોઇ વિક્લપ નથી. એકત્ર કરવામાં આવેલું રક્ત પદનામિત સંસ્થાઓ દ્વારા સુરક્ષિત સંગ્રહ કરવામાં આવે છે અને ગંભીર ઇજાઓ, શસ્ત્રક્રિયાઓ, બ્લડ ડીસઓર્ડર, કેન્સરની સારવાર અને અન્ય જીવલેણ બિમારીઓ સહીતની તાકીદના તબીબી સંજોગોમાં ઉપયોગમાં લેવામાં આવે છે
અદાણી ફાઉન્ડેશને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) સાથે તાલ મિલાવીને સમાજની બદલાતી જરૂરિયાતો પછી તે ટકાઉ આજીવિકા,આરોગ્ય અને પોષણ કે સર્વે માટે શિક્ષણ હોય અથવા તો પર્યાવરણીયની ચિંતા કરતા હોય તે ઉપરાંત મહિલાઓના સશક્તિકરણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને પાયાના સ્તરે બહુવિધ હિસ્સેદારો સાથે કામ કરવાાના અભિગમને પ્રતિસાદ આપ્યો છે ૧૯૯૬માં સ્થાપવામાં આવેલું અદાણી ફાઉન્ડેશન આજે  ભારતના ૧૮ રાજ્યોના ૨૪૧૦ ગામોમાં ૩૭ લાખથી વધુ લોકોને આવરી લઇને કામ કરી રહ્યું છે.
વધુ માહિતી માટે સંપર્કઃ Roy Paul: roy.paul@adani.com

(8:54 pm IST)