Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

પદ્મભૂષણ બ્રહ્મલીન સ્વામી શ્રી સત્યમિત્રાનંદગિરિજી મહારાજની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સાણંદમાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

રામકૃષ્ણ મઠ અમદાવાદના મહંત શ્રી પ્રભુસેવાનંદજી મહારાજના વરદ હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ૨૫ જૂન ૨૦૨૨ શનિવારે ભારતમાતા મંદિર હરિદ્વારના સંસ્થાપક પદ્મભૂષણ બ્રહ્મલીન સ્વામી શ્રી સત્યમિત્રાનંદગિરિજી મહારાજની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સાણંદ તાલુકાના પ્રભુવત્સલ ૫૮ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રામકૃષ્ણ મઠ અમદાવાદના મહંત શ્રી પ્રભુસેવાનંદજી મહારાજના વરદ હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમ સાણંદ બી.આર.સી ભવન ખાતે ઉજવવામાં આવ્યો હતો જેમાં ભારતમાતા મંદિરના ટ્રસ્ટી હિંમતભાઈ પટેલ, માધવ સેવા માધ્યમ સંસ્થાના મંત્રી વિજયભાઈ શાહ, તેજસભાઈ અમીન તેમજ પ્રભુવત્સલ બાળકો અને પાલક માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતા તેમજ સ્વામીજી એ  આ બાળકો પર પ્રભુ કૃપા વરસતી રહે તેવા આશીર્વચન આપ્યા અંતે સૌ પ્રભુ પ્રસાદ લઈ પ્રભુવત્સલ બાળકો છુટા પડ્યા હતા. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(7:23 pm IST)