Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટમાં દારૂની હેરાફેરીમાં ત્રણ દિવસ પછી પણ પોલીસે તપાસ શરૂ કરી

વડોદરા: કારેલીબાગની ભાવના રોડવેઝમાંથી ત્રણ  દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલે કબજે કરેલા રૃ.૨.૩૦ લાખના દારૃના કેસમાં હજી સુધી આ દારૃ કોણે મોકલ્યો ? તે અંગે પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું નથી.

સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળી હતી કે,કારેલીબાગમાં જલારામ મંદિર પાસે ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટમાં ભાવના રોડવેઝમાં એક કન્સાઇનમેન્ટમાં દારૃનો જથ્થો આવવાના છે.જેથી,એસ.એમ.સી.એ  ઉપરોક્ત સ્થળે તપાસ કરતા દારૃનો જથ્થો મળી આવ્યો હતો.

ટ્રકમાં  ૨૦ બોક્સમાંથી કુલ રૃ.૨.૩૦ લાખની કિંમતના દારૃના ૨,૮૮૦ ટેટ્રોપેક   પોલીસે કબજે કર્યા હતા.જ્યારે વાપીની ઓફિસના સીસીટીવીની પાસ કરાવતાં એક રિક્ષા ડ્રાઇવર બોક્સ આપી ગયો હોવાનું જણાઇ આવ્યું હતું.આ  રિક્ષા ડ્રાઇવરને   ત્રણ દિવસ  પછી પણ  પોલીસ હજી શોધી શકી નથી.પોલીસે કોલ ડિટેલ તથા જી.એસ.ટી.બિલના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. વાપીથી વિદેશી દારૃ કોને મોકલ્યો હતો ? વડોદરામાં કોને આપવાનો હતો ? તે પણ પોલીસ હજી શોધી શકી નથી.પોલીસે  ટ્રાન્સપોર્ટના બે કર્મચારીઓની પૂછપરછ કરી હતી.પરંતુ,કોઇ નક્કર વિગતો મળી નથી.

(6:08 pm IST)