Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

વડોદરા:લગ્નના બે જ મહિનામાં જ પરિણીતાએ ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા અરેરાટી મચી જવા પામી

વડોદરા: અકોટા સૂબેદાર કંપાઉન્ડમાં પતિ રહેતી નવ પરિણીતાએ લગ્નના માત્ર બે જ દિવસમાં આપઘાત કરી લીધો હતો.જે અંગે ગોત્રી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,મૂળ દાહોદના અને હાલમાં અકોટા સૂબેદાર કંપાઉન્ડમાં ભાડેથી રહેતો વિજય બાબુભાઇ નિનામા ખાનગી ફાયર કંપનીમાં નોકરી કરે છે.બે મહિના પહેલા જ તેના લગ્ન કિંજલ નામની યુવતી સાથે થયા હતા.હાલમાં જ તે સાસરીમાં  આવી હતી.આજે સવારે વિજય નોકરી પર ગયો હતો.અને તેના માતા પિતા પાણી ભરવા માટે ઘરની બહાર ગયા હતા.તે દરમિયાન કિંજલે ઘરનો દરવાજો અંદરથી બંધ કરીને સાડીનો ગાળિયો બનાવી ફાંસો ખાઇ લીધો હતો.જે અંગે ગોત્રી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે  જઇ તપાસ શરૃ કરી હતી.પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે,કિંજલના બે મહિના  પહેલા જ લગ્ન થયા હતા.અને તેને વતનમાંથી સાસરીમાં રહેવા વડોદરા આવવું નહતું.જે કારણે તેણે આવેશમાં આવીને આપઘાત કરી લીધો હોવાની શક્યતા છે.પોલીસને કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નથી.

(6:08 pm IST)