Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

નડિયાદ એક્સપ્રેસ વે નજીક 24 હજારની લૂંટના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી

નડિયાદ : નડિયાદ એક્સપ્રેસ વે નજીક ૨૪ હજારની લૂંટમાં બે ઝડપાઇ ગયા હતાં. આ લૂંટકેસમાં વધુ એક આરોપીને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે.  મોરબી ગાયત્રી ટ્રાન્સપોર્ટ માં ટ્રક ચાલક તરીકે ફરજ બજાવતા મીરખાનભીખાન સમેજી તથા ક્લીનર શબ્બીર ખાન અમેદ ખાન સમેજી પોતાની ટ્રકમાં પાલનપુર થી પડધરી જંબુસર ખાલી કરવા જતા હતા. 

દરમિયાન વહેલી સવારે મીરખાન નડિયાદ એક્સપ્રેસ વે પર ડાકોર એક્ઝિટ પાળે વોશરૂમ માટે ઊભા હતા. જ્યારે ક્લીનર શબ્બીર ખાન ટાયર ચેક કરતા હતા. આ વખતે જાડી માંથી ત્રણ અજાણ્યા ઈસમો આવી અચાનક મીરખાન ઉપર હુમલો કરી પાકીટ માં મુકેલ રૂ. ૧૯ હજાર રોકડા તથા ક્લીનર શબ્બીર ખાન નો મોબાઇલ ફોન રૂ. ૫ હજાર મળી કુલ રૂ. ૨૪ હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે મીરખાન સમેજીની ફરિયાદ આધારે શહેર પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ લૂંટનો નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે હમીર ઉર્ફે બોડો રમેશભાઈ ઓડ (ઉંમર વર્ષ ૨૮) રે. પાલડી તા. દસકોઈ મૂળ રહે. સીયાનગર (તા. જિ. બોટાદ) તથા કિરણ દશરથભાઈ ઓડ (ઉમર વર્ષ ૨૪) રહે. રામોલ તા. જિ. અમદાવાદ મૂળ રહે. ગમાસોકા તા. લીમડી જિ. સુરેન્દ્રનગરની ઝડપી પાડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ સંદર્ભે પી.આઈની સુચના મુજબ સર્વેલન્સ ટીમે લૂંટારુઓની તપાસ માટે પોકેટ કોપ મોબલીનો ઉપયોગ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં અગાઉ બાવળા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા આરોપી હમીર ઉર્ફે બોડો રમેશભાઇ કાળુભાઈ ઓડને શકમંદ તરીકે ઓળખી બતાવ્યા હતા. જે સંદર્ભે પોલીસે નડિયાદ શહેર સર્વેલન્સની અલગ અલગ ટીમ બનાવી તપાસ કરતા લુટારુ હાલમાં અમદાવાદના પાલડીમાં રહેતો હોવાની માહિતી મળી હતી. જે સંદર્ભે પોલીસે તેના ઘરે જઈ તપાસ કરતા હમીર ઉર્ફે બોડો તથા બીજો એક ઇસમ કિરણ દશરથભાઈ ઓડ (રહે, રામોલ મલેક ટ્રેડર્સમાં તા. જિ. અમદાવાદ) મળી આવ્યો હતો. પોલીસે બંને ઇસમોને નડિયાદ ટાઉન પોલીસ લાવી પુછપરછ કરતા ઉપરોક્ત લુટ બંને ઈસમો તથા પાલડી ખાતે રહેતા સરવણ રમેશભાઈ ઓડ મળી ત્રણે આ લૂંટનો ગુનો આચરેલ હોવાની કબૂલાત કરી હતી.

(6:02 pm IST)