Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે પર લકઝરી બસમાંથી પોલીસે એક શખ્સને પોલીસે દેશી તમંચા સહીત કારતુસ સાથે ઝડપી પાડયો

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર દેશી દારુની સાથે હવે હથિયારોની પણ હેરાફેરી શરુ થઇ છે ત્યારે ચિલોડા પોલીસે લક્ઝરી બસમાંથી બિનવારસી હાલતમાં દેશી તમંચો અને કારતુસ ઝડપી લીધા હતા. કોઇ મુસાફરે પોલીસને જોઇ આ મુકી દીધા હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે.

ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર એસટી કે લક્ઝરી બસમાં દારુની હેરાફેરીના કિસ્સા જોવા મળતા હતા પરંતુ છેલ્લા થોડા સમયથી આ રુટ ઉપર આવતા લક્ઝરી કે બસમાં પોલીસે હથિયારો પકડયા છે જેથી પરપ્રાંતમાંથી ગુજરાતમાં હથિયારો ઘુસાડવા માટેની આ રુટ સલામત મનાઇ રહ્યો છે. ચિલોડા પોલીસ પરપ્રાંતમાંથી આવતી બસોમાં તપાસકરી રહી છે ત્યારે આજે હિંમતનગર તરફથી આવતી બસને ચંદ્રાલા પાસે ઉભી રાખવામાં આવી હતી જેમાં તપાસ કરતા સ્લિપરકોચની નીચે કોથળીમાં એક તમંચો અને કારતુસ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા જેથી પોલીસને એવી શંકા ગઇ હતી કે કોઇ મુસાફરે જ આ અંહી મોકી દીધા હતા જેથી પોલીસે હાલ તો આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે. 

(6:00 pm IST)