Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

*”શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું અમેરિકા લીબર્ટી એરપોર્ટ ઉપર ઐતિહાસિક સ્વાગત...*

“શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંતમંડળ સહિત યુ.કે.થી અમેરિકા પધારતા નેવાર્ક લીબર્ટી એરપોર્ટ ઉપર યુ.એસ.એ સ્કોટીશ પાઈપ બેન્ડ, એરપોર્ટ ઓફિસરો, અધિકારીશ્રીઓ તેમજ હરિભક્તોના મહેરામણ વચ્ચે હિન્દુ સનાતન ધર્મના શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી નું ઐતિહાસિક સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગાદી વર્લ્ડ વાઈડ સંસ્થાન દ્વારા દેશવિદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર માટે વિચારણ કરવામાં આવી રહ્યું છે.

ત્યારબાદ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ સિકાકસ મંદિરે વધારતાં સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

 

આ પ્રસંગે મહંત સદ્ગુરુ શ્રી ભગવતપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે હરિભક્તો પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજની ચાતકની જેમ રાહ જોતા તે ઘડી હવે આવી ગઈ છે. ચંદ્ર જેમ સોળે કળાએ ખીલે તેમ અત્યારે સોળ સંતાનો સમૂહ પણ સોળે કળાએ ખીલી રહ્યો છે.

 

પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આ પ્રસંગે દિવ્ય આશીર્વાદ પાઠવ્યા હતા કે કળિયુગમાં, સુખમય, શાંતિમય, આનંદમય જીવન વ્યતિત કરવું હોય તો તે મનુષ્યે સંતસમાગમ, ભગવાનનું નામ સ્મરણ, કીર્તન ભક્તિ કરવું એ જ જીવન જીવવાનો સાચો રાજમાર્ગ છે.

 

મહંત સદ્ગુરુ શ્રી ભગવતપ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી, શ્રી ધર્માભાઈ પટેલ, પ્રમુખ, શ્રી યશવંતભાઈ પટેલ, સેક્રેટરી, શ્રી બળદેવભાઇ પટેલ વિગેરે મહાનુભાવો તથા પોલીસ ડીપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ તથા હરિભક્તોનો સમુહ ઉપસ્થિત રહ્યો હતો.

 

સદ્ગુરુ શ્રી ભગવતપ્રિયદાસજી સ્વામી

મહંત

(12:20 pm IST)