Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ઓરિસ્સા દક્ષિણ ગુજરાતમાં ઘુસતા ગાંજાના મુખ્ય એજન્ટ અંતે સુરત એસ.ઓ.જીની જાળમાં

તમામ સપ્લાય પાછળ નારાયણ હોવાનું ખુલતા ત્રણ- ત્રણ વર્ષથી હાથતાળી આપતા આ આરોપીને કોઈપણ ભોગે ઝડપવાનું સ્પેશ્યલ કાર્ય એસ.ઓ.જી. પીઆઈ આર.એસ.સુવેરા ટીમને સુપ્રત કરવાની સીપી અજયકુમાર તોમરની રણનીતિ સફળ રહી

રાજકોટ,તા.૨૫: ઓરિસા રાજયમાંથી ગાંજો સપ્લાય કરી દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળે લાવવાના સપ્લાયરોના મુખ્ય કમિશ્નર એજન્ટ કે જે ત્રણ વર્ષથી નાસતા ફરતા હતા.  તેને ઝડપી લેવા માટે પોલીસ કમિશ્નર અજયકુમાર તોમારની ડ્રગ્સ મુકત સુરતની નીતિ મુજબ તેમના વિશેષ માર્ગદર્શન હેઠળ અને એડી.સીપી ક્રાઈમ શરદ સિંઘલ અને ડીસીપી રાજદીપસિંહ નકુમની રાહબરી હેઠળ એસ.ઓ.જી.પીઆઈ આર.એસ.સુવેરા ટીમને વધુ એક વખત મોટી સફળતા સાંપડી છે.ઉપરોકત સુચના અંતર્ગત એસ.ઓ.જી પીઆઈ આર.એસ.સુવેરા તથા પીએસઆઈ વી.સી. જાડેજાનાઓએ વોન્ટેડ આરોપીઓની માહિતી મંગાવી એનાલીસીસ કરેલ. જેમાં ગઈ તા.૮/૧૨/૨૦૧૮ના રોજ સુરત રેલ્વે પોલીસે સુરત રેલ્વે પ્લેટફોર્મ નં.૧ ઉપરથી બે ઈસમોને ગાંજો વજન ૨૦.૩૫૦ કિ.ગ્રા. કિ.રૂા.૧,૨૭,૭૪૦ની સાથે ઝડપી પાડવામાં આવેલ હતો. તેમજ ગઈ તા.૧૮/૯/૨૦૧૯ના રોજ સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. દ્વારા કિમ પોલીસ સ્ટેશન હદ્દમાંથી ત્રણ આરોપીઓને ઓટો રીક્ષામાં તથા ગોડાઉનમાં રાખેલ ગાંજો વજન ૨૮.૪૪૫ કિલોગ્રામ કિંમત રૂા.૨,૮૪,૪૫૦/-નો હેરાફેરી કરતા દરમ્યાન ઝડપી પાડેલ હતો અને સદરહુ બન્ને ગુન્હાઓમાં ગાંજો સપલાય કરવામાં મીડીયેટર તરીકે મુખ્ય ભુમીકા નારયાણ રહે. ઓડીશાવાળાનું આરોપી તરીકે નામ ખુલવા પામેલ હતું. જેથી આ બન્ને ગુન્હાઓની માહિતી એકત્રીત કરી એનાલીસીસ કરતા બન્ને ગુન્હાઓમાં જથ્થો સપલાય કરવાની મોડસ ઓપરેન્ડી એક સરખી જણાયેલ જેથી આ બન્ને ગુન્હાઓમાં  મીડીયેટર તરીકે એક જ આરોપી સંડોવાયેલ હોવાનું માલુમ પડેલ પરંતુ આરોપીનું ફકત અધુરા નામ હોય. જેથી આરોપીને પ્રથમ આઈડેન્ટીફાઈ કરી ઝડપી પાડવા એસ.ઓ.જી.ની અલગ- અલગ ટીમો બનાવવામાં આવેલ જે ટીમો દ્વારા વોન્ટેડ આરોપી બાબતે ટેકનીકલ એન હ્યુમન સોર્સીસ દ્વારા તપાસ કરતા હતા.

જેમાં એસ.ઓ.જી.ના એએસઆઈ વિનજીભાઈ, એએસઆઈ જલુભાઈ મગનભાઈ, અચેસી અશોક લાભુભાઈ, એચસી દામજીભાઈ ધનજીભાઈ, એચસી. અલ્કેશ રમણભાઈ, એચસી અજયસિંહ રામદેવસિંહ તથા એચસી મહેન્દ્રસિંહ દિલીપસિંહનાઓ વોન્ટેડ આરોપીની તપાસમાં જોડાયેલ હતા. દરમ્યાન એસ.ઓ.જી.ના એએસઆઈ જલુભાઈ મગનભાઈ તથા એચસી અશોક લાભુભાઈનાઓને સદરહુ અને બન્ને ગુન્હાઓમાં સંડોવાયેલ મીડીયેટર આરોપી બાબતે ટીમ મળેલ જે ટીપ આધારે ઉપરોકત ટીમના માણસોએ અમરોલી અંજલી ઈન્ડસ્ટ્રીયલ નહેર પાસે વોચ ગોઠવી આરોપી નારાયણ ક્રિષ્ના બેહરા ઉ.વ.૩૦ રહે. ૫૮, માધવ પાર્ક સોસાયટી, મોટા બોરસરા તા.કિમ, જી-સુરત મુળ રહે. બિલપડા તા.કોદળા, જી.ગંજામ ઓડીશાવાળાને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

(12:12 pm IST)