Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ડેડીયાપાડા 108ના ઈમર્જન્સી મેડિકલ ટેક્નિશિયન દ્વારા એમ્બ્યુલન્સમાં સફળતા પૂર્વક નોર્મલ ડિલિવરી કરાવાઇ

કોવિડ મહામારી વચ્ચે માતા બાળકને 108 એમ્બ્યુલન્સમા કોઈ પણ જાતનુ ઇન્ફેકશનના થાય તેવી તકેદારી રાખી 108 એમ્બ્યુલન્સમાં મહિલાની સફળ ડિલિવરી 108ના ઈ એમ ટી દ્વારા કરાઈ.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  ડેડીયાપાડા તાલુકાના ગુલદાચામ ગામની  સ્નેહાબેનને પ્રસુતિની પીડા ઉપાડતા તેમણે 108 ઉપર કોલ કરતા ડેડીયાપાડાથી ઈ એમ ટી તુષાર વસાવા અને પાયલોટ રસિક વસાવા એમ્બ્યુલન્સ લઈ ગુલદાચામ ગામે પોહચી ગયા હતા, ત્યાંથી એસ ડી એચ હોસ્પિટલ ડેડીયાપાડા લઈ જતા રસ્તામાં સગર્ભાને પ્રસુતિની પીડા વધી જતા ઈ એમ ટી તુષાર વસાવા એ એમ્બ્યુલન્સ સાઈડમા ઉભી રખાવી તપાસ કરી, જેમાં પ્રસુતિનો સમય થય ગયો હોય તેમ લાગતું હતું જેથી ઈ એમ ટી એ એમ્બ્યુલન્સ મા આવતી ડિલિવરી કીટનો ઉપયોગ કરી સફળતા પૂર્વક 108 એમ્બ્યુલન્સ મા ડિલિવરી કરાવી. જેમાં માતા અને બાળકને એસ ડી એચ હોસ્પિટલ ડેડીયાપાડા ખાતે દાખલ કરાયા હતા અને માતા બાળક  સ્વસ્થ હોવાનું હોસ્પિટલ માંથી જાણવા મળ્યું છે.

(11:30 pm IST)