Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

વડોદરામાં પરિણીતાને વારંવાર ફોન પર અશ્લીલ માંગણી કરતા વિધર્મી રોમિયોની જાહેરમાં ધોલાઇ

યુવકને મળવા બોલાવી મહિલાએ વિધર્મી રોમિયોને મેથીપાક ચખાડ્યો અને પોલીસ હવાલે કર્યો

વડોદરામાં વધુ એક વિધર્મી યુવાન પરિણીતાને હેરાન કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં કરજણનો વિધર્મી યુવક વારંવાર પરિણીત મહિલાને ફોન કરી અશ્લીલ માંગણી કરતો હતો. જોકે પરિણીતાએ પોતાના પતિને આ વિશે વાત કરી યુવકને મળવા બોલાવી મહિલાએ રણચંડીનું રૂપ લઇ વિધર્મી રોમિયોને મેથીપાક ચખાડ્યો હતો.

વડોદરાના સેવાસી ખાતે રહેતી પરણિતાને વિધર્મી રોમિયો વારંવાર ફોને કરી અશ્લીલ માંગણી કરતો હતો. વિધર્મી રોમિયોના ત્રાસથી હેરાન થઇ ગયેલી મહિલાએ સમગ્ર ઘટના પતિને કહેતા પરિણીત મહિલા અને તેના પતિએ છટકું ગોઠવી રોમિયોને વડોદરાને સેવાસી ખાતે બોલવ્યો હતો. જ્યાં મહિલા અને તેના પતિ દ્વારા રોમિયોને મેથીપાક ચખાડવામાં આવતા રોમિયોની શાન ઠેકાણે આવી હતી.

વિધર્મી રોમિયો પરિણીત મહિલાને મળવા આવતા મહિલાએ અને તેના પતિએ ભેગા મળી વિધર્મી રોમિયોને મેથીપાક ચખાડ્યો હતો. અને પોલીસના હવાલે કયો હતો. વિધર્મી રોમિયો કરજણના ગણપતપુરા ગામનો ઇમરાન મન્સૂરી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં લવ જેહાદનો કાયદો અમલમાં આવ્યા બાદ વડોદરાના ગોત્રી અને ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે વિધર્મી યુવાન પરિણીતાને હેરાન કરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

(9:40 pm IST)