Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ગાંધીનગર: લિસ્ટેડ બુટલેગરોની દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે દરોડા પાડી 735 લીટર જથ્થો જપ્ત કર્યો

ગાંધીનગર:જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી પ્રોહીબીશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત દેશી વિદેશી દારૃની હેરાફેરી કરતાં બુટલેગરો અને ખેપિયાઓને પકડવામાં આવી રહયા છે ત્યારે એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ પણ સ્ટાફના માણસોને એલર્ટ કરી જિલ્લામાં લીસ્ટેડ બુટલેગરો અને દારૃની ભઠ્ઠીઓ ચલાવતાં શખ્સો સામે કાર્યવાહી કરવા માટે તાકીદ કરી હતી. જેના અનુસંધાને એલસીબીની ટીમ ગઈકાલે કલોલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન એએસઆઈ ધર્મેન્દ્રસિંહ અને હેકો.વિજયસિંહને બાતમી મળી હતી કે બોરીસણાની સીમમાં લક્ષ્મીપુરા ખોરજાપરામાં રહેતા દિનેશજી માધાજી ઠાકોર અને રણજીતજી અરજણજી ઠાકોર ગામની સીમમાં દેશી દારૃ ગાળવાનો ધંધો કરે છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં આ બન્ને શખ્સો પોલીસને જોઈ ભાગી જવામાં સફળ રહયા હતા. આ જગ્યાએથી પોલીસને કંતાનમાં ઢાંકેલા ૧૪ જેટલા પીપ મળી આવ્યા હતા. જેમાં દેશી દારૃ ગાળવાનો ર૮૦૦ લીટર વોશ મળ્યો હતો. જયારે અલગ અલગ ર૧ કેરબાઓમાંથી ૭૩૫ લીટર દેશી દારૃ પણ મળી આવ્યો હતો. પોલીસે વોશનો સ્થળ ઉપર નાશ કરી ર૦૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને શખ્સો સામે પ્રોહીબીશન એકટ મુજબ કલોલ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી તપાસ આરંભી હતી. 

(6:00 pm IST)