Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

હવે ભગવાન ૧૫ દિવસ મામાને ઘેર રોકાશે, મંદિરે પરત આવ્યા બાદ આંખે પાટા શા માટે બાંધવામાં આવે છે? રસપ્રદ ભીતરી કથા

સીએમ, ગૃહમંત્રી માફક જે નાયબ ગૃહમંત્રી દ્વારા કોરોના મહામારીની લેટેસ્ટ પરિસ્થિતિ મુજબ જ રથયાત્રા કાઢવા નિર્ણય લેવાશે તેવી સ્પષ્ટ વાત કરી : મંદિર પ્રશાસન દ્વારા જલયાત્રામાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા રખાયેલ શરતોનું પાલન કરવા કાબિલેદાદ પ્રયાસો, ઈતિહાસમાં સર્વ પ્રથમ વખત તમામ પ્રકારની રણનીતિ વિચારી સીપી દ્વારા એડી.સીપી રાજેન્દ્ર અસારી, પ્રેમવીર સિંહ અને ગૌતમ પરમાર વિગેરે સાથે ચર્ચા કરી પ્રવર્તમાન મહામારી કેન્દ્રમાં રાખી એકથી વિશેષ પ્લાન તૈયાર કર્યા

રાજકોટ તા.૨૫: ભાવિકોના આસ્થાની  પરાકાષ્ઠા સમી અમદાવાદની ઐતિહાસીક રથયાત્રા પૂર્વે જલયાત્રા સંપન્ન થવાના પગલે પગલે હવે ભગવાન જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજી ભગવાન મામાને ઘેર અમદાવાદના સરસપુર ખાતે રોકાશે

 ભગવાન મામાને ઘેર ૧૫ દિવસ રોકાશે, ત્યારબાદ નિજ મંદિરે પરત ફરશે, લોક વાયકાએ પ્રકારની છે કે,ભગવાન મામાને ઘેર રોકાયા તે સમય દરમિયાન જાંબુ ખૂબ ખાવાથી તેમની આંખો ઉઠે છે, એટલે તેમની આંખોને આરામ આપવા માટે તેમની આંખો પર પાટા બાંધવામાં આવે છે જેને વિધિ નેત્રોત્સવ તરીકે ઓળખાય છે.                                            

 જળયાત્રા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા પણ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી માફક કોરોના સ્થિતિ જોઈ રથયાત્રા માટે મંજૂરી આપવામાં આવશે તેમ સ્પષ્ટ જણાવ્યું છે,મેડિકલ એસો.દ્વારા આવી મંજૂરી સામે લાલબત્તી બતાવવામાં આવીછે એ જાણીતી વાત છે.                                     

દેશમાં પોલીસ બંદોબસ્ત માટે બીજા ક્રમે આવતી પોલીસ તંત્રના તમામ વિભાગનો ખૂબ બહોળો અનુભવ ઘરાવતા ડીજી લેવલના સંજય શ્રીવાસ્તવ દ્વારા વિવિધ જગ્યા પર કુનેહથી કામ લેવા માટે જાણીતા રાજેન્દ્ર અસારી, પ્રેમવીર સિહ,ગૌતમ પરમાર સાથે પરામર્શ કરી કોઈ પણ પરિસ્થતિ માટે અલગ અલગ પ્રકારના બંદોબસ્ત માસ્ટર પ્લાનો તૈયાર કરવામાં આવેલ છે,સદનશીબે ભૂતકાળમાં રથયાત્રા બંદોબસ્ત સહિત પડકારજનક કામગીરી ખુબજ સ્વસ્થતાપૂર્વક કરનાર રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા નું પણ માર્ગ દર્શન મળી રહે છે.                              

 પોલીસ કમિશનર દ્વારા પુખ્ત વિચારણા બાદ ૧ગજરાજ,૫ ધ્વજા સહિત કુલ ૫૦ લોકોની મંજૂરી આપેલ,મંદિર ટ્રસ્ટીઓ દ્વારા પણ આ નિયમનો ચુસ્તપણે પાલન થાય તે માટે સતત પ્રયાસો થયેલ. ભાવિકો વધી જતાં તેમને દૂર કરવામાં આવેલ.

જળયાત્રાની વાત કરીએ તો નીતિનભાઈ, પ્રદીપસિંહ જાડેજા,મંદિર ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા,મહંત શ્રી વિગેરે દ્વારા એક બોટ મારફત સાબરમતી નદીમાંથી જળના ૫ કળશ ભર્યા હતા,ત્યારબાદ કળશ સાથે મંદિરે પરત ફરતા મહંત દિલીપદાસજી દ્વારા  ત્રણેય રથ પર પવિત્ર જલનો છટકાવ    કરવામાં આવેલ.

(3:31 pm IST)