Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

જાબાઝ પી.આઈ. કિરીટ લાઠિયાને કોરોનાકાળમાં લોકકલ્યાણની અદ્દભૂત કામગીરી બદલ વર્લ્ડ બુક દ્વારા એવોર્ડથી વિભુષિત કરાયા

દેશના જાણીતા હાસ્ય કલાકાર કપિલ શર્મા સહિત ટોચની હસ્તીઓને અપાયેલ એવોર્ડમાં વડોદરાનાં અધિકારીનું નામ પણ ઉમેરતા સર્વત્ર હર્ષની લાગણી

રાજકોટ તા. ૨૫: ઉત્કૃષ્ઠ કામગીરી બદલ વર્લ્ડ બુક દ્વારા અપાતા એવોર્ડની શૃંખલામાં વડોદરામાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા પોલીસ તંત્રમાં પોતાની બહાદુરીને કારણે જાંબાઝ ઓફિસર તરીકે જાણીતા પીઆઇ કિરીટ લાઠિયાની પસંદગી કરી તેઓને વિભૂષિત કરતા તેમના વિશાળ શુભેચ્છકોમા હર્ષ ની લાગણી સાથે અવિરિત અમીવર્ષા થઈ રહી છે.   

કોરોના કાળમાં તેઓ દ્વારા લોકોને ફકત દંડિત કરી નિયમ પાલન કરાવવાને બદલે લોકોને ખૂબ જાગૃત કરી નિયમનો અમલ કરાવેલ. સોશ્યલ ડિસ્ટન્સનું મહત્વ પણ ખૂબ સારી રીતે સમજી શકે તે માટે ખૂબ સક્રિય રહેલ. વારસિયા પોલીસ મથકની સી ટીમ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ભોજન, દવા વ્યવસ્થા, કરફ્યુ સમયે  મેડિકલ ઇમરજન્સી સમયે લોકોને બહાર નીકળવા માટે કે હોસ્પિટલ પોચડવા માટે પોલીસ કમિશનર શમશેર સિંઘ અને એડી.પોલીસ કમિશનર ચીરાગ કોટડીયા તથા અન્ય  અધિકારીઓના માર્ગદર્શનમાં આવી સામાજિક જવાબદારી નિભાવતા લોકો ખૂબ રાજી થયેલ, આ બાબતની નોંધ વર્લ્ડ બુક સુધી લેવામાં આવી હતી.

(3:25 pm IST)