Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

દક્ષિણ ગુજરાત પંથકમાં ઝરમર ઝાપટાથી ૬ ઈંચ સુધીનો વરસાદ

દક્ષિણ ગુજરાત પંથકમાં ઝરમર ઝાપટાથી ૬ ઈંચ સુધીનો વરસાદ

રાજયના અનેક વિસ્તારોમાં ધુંઆધાર બેટિંગ કરતા મેઘરાજા  : પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ૧ થી ૪ ઈંચ : કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા વિરામ ઉપર

જીતેન્દ્ર રૂપારેલિયા, વાપી, તા.૨૫ : ચોમાસાની આ સીઝનમાં મેઘરાજા રાજયના અનેક વિસ્તારોમાં મન મૂકીને વરસી રહ્યા છે જેને પગલે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૬ જિલ્લાના ૧૧૧ તાલુકાઓમાં ૧ મિમિ થી લઇ ૧૫૭ મિમિ સુધી વરસાદ નોંધાયો છે.

   આજે મેઘરાજાનો મુકામ જાણે દક્ષિણ ગુજરાત પંથક હોઈ તેમ જણાઈ રહ્યું છે ફ્લડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં નોંધાયેલ વરસાદ ના  મુખ્યત્વે આંકડાને જોઈએ તો પલસાણા ૧૫૭ મીમી,બારડોલી ૧૩૬ મીમી,હાલોલ ૧૦૮ મીમી,ચોર્યાસી ૯૯ મીમી,મહુવા ૯૫ મીમી,વાલોડ ૮૩ મીમી,સુરત સીટી ૮૩ મીમી , વઘઇ ૭૯ મીમી,ખેડા ૭૮ મીમી, તિલકવાડા ૭૦ મીમી, વાલીએ ૬૭મીમી, વાસો ૬૩ મીમી,ચીખલી ૬૨ મીમી,ખંભાત ૬૦ મીમી,ખેરગામ ૫૯ મીમી,વાંસદા ૫૮ મીમી,  વાગરા ૫૭ મિમિ,કપડવંજ અને ગણદેવી ૫૩-૫૩ મીમી, ફતેહપુરા અને અંકલેશ્વર ૫૦-૫૦ મીમી વરસાદ નોંધાયો છે.

 તો ડોલવણ અને નવસારી ૪૩-૪૩ મીમી,નેત્રંગ અને વ્યારા ૩૫-૩૫ મીમી, આહવા ૩૩ મીમી, ઓલપાડ, જલાલપોર અને વલસાડ ૩૦-૩૦ મીમી, વડોદરા ૨૭ મીમી,બાવળા અને નાંદોદ ૨૬-૨૬ મીમી,ગરૂડેશ્વર ૨૪ મીમી, કુકરમુન્ડા ૨૩ મીમી,મહુધા અને જાંબુઘોડા ૨૨-૨૨ મીમી, છોટાઉદયપુર,દોધરા અને મોરવા હડફ ૨૦-૨૦ મીમી વરસાદ નોંધાયો છે

આ ઉપરાંત રાજ્ય ના ૬૬  તાલુકાઓમાં ૧ મીમીથી લઇ ૧૯ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.

(1:26 pm IST)