Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

વડોદરા પોલીસને ચકમો આપી 10 વર્ષ અગાઉ ફરાર થયેલ ડ્રગ્સ માફિયાનો વડોદરા ક્રાઇમ બ્રાંચ ટીમે હોંગકોંગથી કબજો મેળવ્યો

વડોદરાના માણેજા પાસેથી રૂ. 12 કરોડ રૂપિયાની કિંમતના મેથામ્ફેટામાઇન નામના ડ્રગ્સ સાથે ઝડપાયેલ આરોપી પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો હતો

વડોદરા શહેર પોલીસ ને ચકમો આપીને 10 વર્ષ અગાઉ હોંગકોંગ ભાગી ગયેલા ડ્રગ્સ માફિયા ની વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે હોંગકોંગ થી કબ્જો મેળવી વડોદરા લાવી હતી. વડોદરા ની સયાજી હોસ્પિટલ પાછળ ના પાછળ ના ભાગે થી પોલીસને ચકમો આપીને 10 વર્ષ અગાઉ વિદેશ ફરાર થઇ ગયેલા ડ્રગ્સ માફિયાની વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમ હોંગકોંગથી કબજો મેળવીને વડોદરા પરત લાવ્યા બાદ હવે SOGએ ડ્રગ્સ માફિયાનો કબજો મેળવીને આગળ ની તપાસ હાથ ધરી છે.

વિગતો મુજબ ક્ષી જીગ ફેન્ગ ઉર્ફે રીચાર્ડ નામના ઈસમ ની અમદાવાદ NCB દ્વારા નાર્કોટિક્સના ગુનામાં 22 નવેમ્બર-2008ના રોજ વડોદરાના માણેજા પાસેથી રૂ. 12 કરોડ રૂપિયાની કિંમતના મેથામ્ફેટામાઇન નામના ડ્રગ્સ સાથે તેના બીજા અન્ય બે સાગરીતો ગુનાશેખરણ પિલ્લાઇ તથા રવિંદ્ર કરપ્યાનાઓની પણ ધરપકડ કરી હતી.

બન્ને સાગરીતો વિરૂદ્ધ અમદાવાદ NCBએ કરેલો કેસ કોર્ટમાં ચાલી જતા તેઓને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. હાલ તેઓ સાબરમતી જેલ અમદાવાદ માં સજા કાપી રહયા છે જયારે આ આરોપી ક્ષી જીંગ ફેન્ગ ઉર્ફે રીચાર્ડ પોતાના સાગરીતોની મદદથી નેપાળ અને ત્યાંથી કેનેડા અને કેનેડાથી બોગસ પાસપોર્ટ બનાવીને તે હોંગકોંગ પહોંચી ગયો હતો જ્યાં તે મની લોન્ડરિંગના ગુનામાં પકડાઇ જતા તેને 4 વર્ષ 4 માસની સજા થઇ હતી. દરમિયાન 16 માર્ચ-2012 ના રોજ વડોદરા પોલીસ ને આ અંગેની જાણ થતાં તેને પરત ભારત લાવવા માટે એક્સ્ટ્રાડીશન પ્રપોઝલ 27 ઓક્ટોબર-2012ના રોજ પ્રોપર ચેનલ એમ.ઇ.એ.ને મોકલવામાં આવી હતી. જે આધારે આરોપીની સજા પૂર્ણ થતાં આરોપીને ભારતને સોપવા માટેનો 7 ફેબ્રુઆરી-2018ના રોજ હુકમ થયા બાદ તેને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ના હવાલે કરાયો હતો અને ત્યારબાદ તેને SOG ને સોંપી દેવાતાં હવે આગળ ની તપાસ SOG કરી રહી છે.

(12:05 am IST)