Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

સુરતના કડોદરામાં ફરીવાર બુટલેગરો બન્યા બેફામ :દારૂના ફોટા પાડતા પત્રકાર ઉપર જીવલેણ હુમલો

તાતીથૈયા ગામના માથાભારે બુટલેગર નિલેશ દરબારે બે ત્રણ સાગરીતો સાથે મળી આડેધડ લાકડીના સપાટા માર્યા

 

સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના  બુટલેગરો બેફામ બન્યા છે. કડોદરા પોલીસ સ્ટેશનના વાંકાનેડા ગામે અંત્રોલીના ભૂરી ફળિયાના માથાભારે લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડીયાએ ઉપસરપંચને રિવોલ્વર લમણે ટેકવી દેવાની ઘટનામાં હજુ ઈશ્વર વાંસફોડીયા પોલીસના હાથમાં આવ્યો નથી. ત્યાં ફરી એકવાર તાતીથૈયા ગામના માથાભારે બુટલેગર નિલેશ દરબારે એક સાંધ્ય દૈનિકના પત્રકાર પર જીવલેણ હુમલો કરતાં પોલીસની કામગીરી ઉપર શંકાકુશંકા ઊભી થઈ છે.

  સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા છે. વાંકાનેડા ગામે ઈશ્વર વાંસફોડીયાએ ઉપસરપંચના લમણે રિવોલ્વર ટેકવી દેવાની ઘટનામાં ઈશ્વર વાંસફોડીયાને પોલીસ હજુ પકડી શકી નથી. ત્યાંતો તાતીથૈયા ગામના લિસ્ટેડ બુટલેગર નિલેશ દરબારે એક સુરતના સાંધ્ય અખબારના પત્રકાર ધર્મેશ રેવડીવાલા પર જીવલેણ હુમલો કરતાં કડોદરા પોલીસની કામગીરી ઉપર શંકાકુશંકા ઊભી થઈ છે.

 ધર્મેશ રેવડીવાલા 24 જૂનના રોજ કડોદરા ખાતે હાજર હતો. ત્યારે અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને જણાવ્યુ હતું કે તાતીથૈયા ગામે ભૂમિ મીલ નજીક વિદેશી દારૂનો વેપાર થાય છે. સમયે ધર્મેશ તાતીથૈયા ખાતે ગયો હતો. ત્યાં વિદેશી દારૂનો વેપાર થતો હતો. તેમણે ફોનથી ફોટા પાડ્યા હતા. સમયે એક વ્યક્તિ આવ્યો હતો. નિલેશ દરબાર તરીકે ઓળખ આપી ફોટા કેમ પાડે છે. એમ કહી તેમના અન્ય બે ત્રણ સાગરીતો સાથે ભેગા મળીને ધર્મેશ રેવડીવાળા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. પગમાં લાકડીના સપાટા માર્યા હતા. મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો. અને મારમાર્યો હતો. ઉપરાંત મોબાઈલમાંથી ફોટા ડિલીટ કરી નાંખ્યા હતા. ઘટના બાદ ધર્મેશ રેવડીવાલાને સારવાર માટે ચલથાણની સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

(11:32 pm IST)